પહેલીવાર નૅશનલ અવૉર્ડ મળતાં ગદ‍્ગદ‍્ ‍થયો આયુષ્માન ખુરાના

10 August, 2019 09:48 AM IST  |  મુંબઈ

પહેલીવાર નૅશનલ અવૉર્ડ મળતાં ગદ‍્ગદ‍્ ‍થયો આયુષ્માન ખુરાના

 આયુષ્માન ખુરાનાની ‘અંધાધુન’ અને ‘બધાઇ હો’ને નૅશનલ અવૉર્ડ મળવાથી તે ખૂબ ખુશ છે. તેની ફિલ્મને પહેલીવાર આ સન્માન મળ્યું છે. આ વિશે પોતાની ખુશી વ્યક્ત કરતાં આયુષ્માને કહ્યું હતું કે ‘સન્માનીય નૅશનલ અવૉર્ડ મળવો એ મારા માટે ખુબ જ ખુશીની વાત છે. એક કલાકાર તરીકે મારો હંમેશાંથી એ પ્રયાસ રહ્યો છે કે હું કવૉલિટીવાળા કન્ટેન્ટ પર કામ કરું. આજે મને જે સન્માન મળ્યું છે એ મારી સખત મહેનત, મારો વિશ્વાસ, ફિલ્મોમાં મારી જર્ની અને સૌ પ્રથમ મારું એક કલાકાર હોવાનું પ્રમાણ છે. એ બધા કરતાં પણ વિશેષ એ મારી અંગત જીત છે. હું ખુશ છું કે મારી બન્ને ફિલ્મો જેમાં મેં કામ કર્યું ‘અંધાધુન’ અને ‘બધાઇ હો’ને બહુમૂલ્ય નૅશનલ અવૉર્ડ મળ્યો છે. આ પણ એક પ્રમાણ છે કે દેશનાં લોકોને એવું સિનેમા જોઈએ છે જે તેમને મનોરંજન આપે, જેને તેઓ આજીવન માણે, ચર્ચા કરી શકે અને એને ટેકો પણ આપી શકે.’

‘અંધાધુન’નાં ડિરેક્ટર શ્રીરામ રાઘવનની પ્રશંસા કરતાં આયુષ્માને કહ્યું હતું કે ‘ભારતીય દર્શકો માણી શકે એવા નવા પ્રકારનાં સિનેમાને બનાવવાનો પૂરો શ્રેય શ્રીરામ રાઘવનને જાય છે. હું ખૂબ નસીબદાર છું કે હું શ્રીરામ રાઘવનનાં વિઝનનો ભાગ બની શક્યો. તેમની આ કુશળતા માટે તેમને હું શુભેચ્છા આપું છું. એક કલાકાર તરીકે ‘અંધાધુન’એ મને પડકાર આપ્યો હતો. મારું માનવું છે કે એનાથી હું એક સારો કલાકાર બન્યો છું.’

આ પણ વાંચોઃ Surveen Chawla: આ એક્ટ્રેસનો કૂલ મૉમ અંદાજ, જુઓ Sizzling તસવીરો

૬૬માં નૅશનલ અવૉર્ડમાં ‘બધાઇ હો’ને બેસ્ટ પૉપ્યુલર ફિલ્મનો અવૉર્ડ મળ્યો છે. આ ફિલ્મનાં ડિરેક્ટર અમીત શર્માનાં કામની પ્રશંસા કરતાં આયુષ્માને કહ્યું હતું કે ‘ફિલ્મ ‘બધાઇ હો’ દ્વારા મેં ફરી એકવાર એક પ્રતિબંધિત મુદ્દા પર કામ કર્યું હતું કારણ કે મને જાણ હતી કે લોકો આવા પ્રકારનાં સિનેમાને જોવાનું પણ પસંદ કરશે. હું ખુશ છું કે ‘બધાઇ હો’ જેવા વિષયવાળી ફિલ્મને પણ સન્માન મળ્યું છે. મારા ડિરેક્ટર અમીત શર્માની હટકે સ્ક્રિપ્ટને લઈને તેમને હું શુભેચ્છા આપું છું. આ ફિલ્મ દરેક ઘરમાં ચર્ચાનો વિષય બની ગઈ હતી. હું ખૂબ ખુશ છું કે મેં ક્રિએટીવ માઇન્ડ ધરાવતાં વ્યક્તિ સાથે કામ કર્યું અને હિન્દી સિનેમાની રૂઢીચુસ્ત પરંપરાને ભંગ કરી છે.’

ayushmann khurrana radhika apte tabu national award