Nach Baliye 9: આયુષ્માને હીલ્સ પહેરીને કર્યો ડાન્સ, જુઓ વીડિયો

06 September, 2019 08:01 PM IST  |  મુંબઈ ડેસ્ક

Nach Baliye 9: આયુષ્માને હીલ્સ પહેરીને કર્યો ડાન્સ, જુઓ વીડિયો

આયુષ્માન ખુરાના

આયુષ્માન ખુરાનાની ફિલ્મ ડ્રીમ ગર્લ ટૂંક સમયમાં જ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મને લઇને લોકોમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. વિકી ડોનર પછી ફિલ્મમાં ફકી એક વાર આયુષ્માન ખુરાના અને અન્નૂ કપૂરની જોડી જોવા મળશે. આ ફિલ્મમાં આયુષ્માન ખુરાના અને નુસરત ભરૂચા પણ દેખાશે.

આયુષ્માન અને નુસરત ફિલ્મનું પ્રમોશન કરવા નચ બલિયેમાં ભાગ લેશે. દરમિયાનનો એક પ્રોમો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં આયુષ્માન ફની ડાન્સ સ્ટેપ્સ કરતો દેખાય છે. વીડિયોમાં આયુષ્માન શૉના જજ, અહમદ ખાન સાથે ફની ડાન્સ સ્ટેપ્સ કરતો જોવા મળે છે. આયુષ્માનનો ડાન્સ જોઇને રવીના ટંડન ખૂબ જ ખુશ છે અને તે આયુષ્માનના વખાણ કરતી જોવા મળે છે.

નચ બલિયેમાં એક માહોલમાં રોમાંચ ઊભો કરવા માટે રવીના ટંડને આયુષ્માનને એ ચેલેન્જ આપ્યો કે તે હીલ્સ પહેરીને ડાન્સ કરે. આ ચેલેન્જમાં અહમદ ખાન પણ સામેલ હતા. કારણકે આયુષ્માન ડ્રીમ ગર્લમાં એક છોકરીનું પાત્ર ભજવતો જોવા મળશે તો તેને આ ટાસ્ક આપી શકાય તેવો હતો. આયુષ્માને હીલ્સ પહેરીને પોતાની ફિલ્મના ગીત દિલ કા ટેલીફોન પર ખૂબ જ સુંદર ડાન્સ રજૂ કર્યો અને બધાંને અચંબિત કરી દીધા.

ડ્રીમ ગર્લની કાસ્ટની વાત કરીએ તો તેમાં મનજોત સિંહ, અભિષેક બેનર્જી, અરબાઝ ખાન, વિજય રાજ અને અન્નૂ કપૂર જેવા સિતારાઓ પણ સામેલ છે.

આ પણ વાંચો : Tapas Relia: આ મૂળ ગુજરાતી કંપોઝર માટે મ્યુઝિક જ છે સર્વસ્વ

આયુષ્માન ખુરાના હાલ પોતાના કરિઅરના પીક પર છે. થોડાંક સમય પહેલા જ અંધાધુન ફિલ્મ માટે તેને નેશનલ અવોર્ડ એનાયત કરવામાં આવ્યો. આ સિવાય બધાઇ હો અને આર્ટિકલ 15 જેવી ફિલ્મોમાં પણ તેના સારા એવા વખાણ થયા. ડ્રીમ ગર્લ સિવાય તેની પાસે હાલ ઘણાં બધાં પ્રૉજેક્ટ છે. તે બાલા અને ગુલાબો સિતાબો ફિલ્મમાં પણ કામ કરી રહ્યો છે.

nach baliye 7 bollywood ayushmann khurrana television news bollywood news bollywood events bollywood gossips