આયુષ્માનની ચીનમાં બોલબાલા : અંધાધુને 100 કરોડનો આંકડો પાર કર્યો

10 April, 2019 05:42 PM IST  | 

આયુષ્માનની ચીનમાં બોલબાલા : અંધાધુને 100 કરોડનો આંકડો પાર કર્યો

આયુષ્માન ખુરાના અંધાધૂન

અંધાધૂન બૉક્સ ઑફિસ કલેક્શન- પાંચ ઑક્ટોબર 2018ના ભારતમાં રિલીઝ થયેલી ફિલ્મ અંધાધૂને પહેલા દિવસે 2 કરોડ 70 લાખનું કલેક્શન કર્યું હતું. આયુષ્માન ખુરાનાની અંધાધૂન ચીનના બૉક્સ ઑફિસ પર પોતાની રિલીઝના છઠ્ઠા દિવસે100 કરોડની કમાણીનો એક નવો રેકૉર્ડ બનાવ્યો છે. આ આયુષ્માન માટે ઓવરસીઝમાં ખૂબ જ મોટી ઉપલબ્ધિ છે.

ચીનમાં રિલીઝના છઠ્ઠા દિવસે 1.45 મિલિયન ડોલરનું કલેક્શન

એક પિયાનોવાદક નેત્રહિન યુવકની સ્ટોરી છે અને મર્ડરના સસ્પેન્સપર બનેલી ફિલ્મ ચીનમાં પોતાની રિલીઝના છઠ્ઠા જ દિવસે 1.45 મિલિયન ડૉલરનું કલેક્શન કર્યું છે. શ્રીરામ રાઘવમના નિર્દેશનમાં બની અને આયુષ્માન ખુરાના, રાધિકા આપ્ટે અને તબ્બૂ સ્ટારર ફિલ્મ અંધાધૂનને ચીનમાં પિયાનો પ્લેયરના નામે રિલીઝ કરવામાં આવી છે. ફિલ્મે 6 દિવસમાં 15.25 મિલિયન ડૉલર એટલે કે 106 કરોડ 9 લાખ રૂપિયાનું કલેક્શન કરી લીધું છે.

5 ઓક્ટોબર 2018માં ભારતમાં અને 3 એપ્રિલ 2019ના રોજ ચીનમાં રિલીઝ થઈ

ફિલ્મ ચીનમાં ત્રણ એપ્રિલના 5000થી વધુ સ્ક્રીન્સ પર રિલીઝ કરાઈ. પાંચ ઑક્ટોબર 2018ના ભારતમાં રિલીઝ થયેલી ફિલ્મ અંધાધૂને પહેલા દિવસે 2 કરોડ 70 લાખ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. ફિલ્મને લાઇફ ટાઇમ રૂપે 74 કરોડ 59 લાખ રૂપિયાની બંપર કમાણી થઈ અને આ ફિલ્મની ગણતરી સુપર હિટ ફિલ્મોમાં થઈ.

ચીનમાં પહેલા દિવસે 7.33 કરોડનો વકરો કર્યો

અંધાધૂને પહેલા દિવસે ચીનના બૉક્સ ઑફિસ પર 1.06 મિલિયન ડૉલર એટલે કે 7 કરોડ 33 લાખ રૂપિયા અને બીજા દિવસે 1.77 મિલિયન ડૉલર એટલે કે 12 કરોડ 25 લાખ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. શ્રીરામ રાઘવનને મિસ્ટ્રી અને થ્રિલર ફિલ્મોના મહારથી કહેવામાં આવે છે. પોતાની શોર્ટ ફિલ્મને તેમણે આખી ફિલ્મના રૂપમાં અંધાધૂન દ્વારા રજૂ કરી છે. ફિલ્મ અંધાધૂન એક નેત્રહિન પિયાનોવાદકની સ્ટોરી છે.

આ પણ વાંચો : Happy Birthday Ayesha: સલમાન ખાનની આ હિટ હિરોઇન આજે પણ દેખાય છે ગ્લેમરસ

રાધિકા આપ્ટે, આ નેત્રહિનના લેડીલવના પાત્રમાં છે. આયુષ્માન, તબ્બૂના ઘરે પિયાનો વગાડવા જાય છે તે દરમિયાન એક મર્ડર થાય છે શું તે આ મર્ડરના સાક્ષી છે? શું તેણે આ હત્યા જોઇ છે? ફિલ્મમાં આવી જ મિસ્ટ્રી છે, જેને ભારતે જોઇ અને હવે ચીનિઓના મનમાં ઊંડી ઉતરી ગયેલી છે. ફિલ્મ બનાવવામાં લગભગ 22 કરોડ રૂપિયાનો ખર્ચ આવ્યો હતો.

ayushmann khurrana bollywood bollywood news entertaintment china