Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Happy Birthday Ayesha: સલમાન ખાનની આ હિટ હિરોઇન આજે પણ દેખાય છે ગ્લેમરસ

Happy Birthday Ayesha: સલમાન ખાનની આ હિટ હિરોઇન આજે પણ દેખાય છે ગ્લેમરસ

10 April, 2019 02:53 PM IST |

Happy Birthday Ayesha: સલમાન ખાનની આ હિટ હિરોઇન આજે પણ દેખાય છે ગ્લેમરસ

આયેશા ટાકિયા

આયેશા ટાકિયા


આજે આયેશા ટાકિયાને લોકો પ્રભુદેવાના નિર્દેશન બનેલી ફિલ્મ વૉન્ટેડ 2009 માટે યાદ કરે છે. સલમાન ખાન અને આયેશા ટાકિયા સ્ટારર આ ફિલ્મ સાઉથની એક ફિલ્મની રિમેક છે.

આયેશા ટાકિયાને સલમાન ખાનની ફિલ્મ વૉન્ટેડને લીધે એક આગવી ઓળખ મળી. આજે આયેશા ટાકિયાનો જન્મ દિવસ છે આ વર્ષે તે 33 વર્ષની થઈ છે.



આયેશા ટાકિયા 1 માર્ચ 2009માં પોતાના બૉયફ્રેન્ડ ફરહાન આજમી સાથે લગ્ન કર્યા પછીથી ફિલ્મોમાં જોવા મળી નથી. તેની કમબૅકની રાહ તેના ફેન્સ પણ જુએ છે. નોંધનીય છે કે આયેશા ટાકિયાએ પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત ટાર્ઝન ધ વન્ડર કાર (2004) ફિલ્મથી કરી હતી જેની માટે તેને ફિલ્મફેરમાં બેસ્ટ ડેબ્યુ ફિમેલ અવોર્ડ પણ મળ્યો હતો. તસવીરોમાં ચમે તેને પતિ અને બાળક સાથે જોઈ શકો છો.


Ayesha Takia with Husband and Son

ત્યાર બાદ તે ફિલ્મ ડોર(2006)માં નાની ઉંમરમાં વિધવાના પાત્ર માટે આયેશા ટાકિયા ઘણી લોકપ્રિય બની હતી. તેને વધુ સફળતા વૉન્ટેડ ફિલ્મથી મળી હતી. વ્યવસાયિક દ્રષ્ટિએ તેની અત્યાર સુધીની સૌથી સફળ ફિલ્મ છે.


જો કે લગ્ન પછી ઇન્ડસ્ટ્રીને તેણે અલવિદા કહી દીધી છે. વચ્ચે સમાચાર આવ્યા હતા કે તે બોલીવુડમાં પોતાની સેકેન્ડ ઇનિંગ શરૂ કરવાના પ્લાન કરી રહી છે. ચર્ચા એ પણ હતી કે તે 'બોરીવલી કા બ્રુસલી'માં મુખ્ય પાત્ર ભજવતી જોવા મળશે. પણ, પછીથી આ બાબતે કોઈ જ ખબર આવી નહોતી.

આ પણ વાંચો : આયેશા ટાકિયાઃબોલીવુડના આ ગ્લેમરસ અભિનેત્રી પણ છે ગુજરાતી

ઉલ્લેખનીય છે કે પોતાના પરિવાર સાથે સમય પસાર કરતી આયેશા આજે પણ પોતાના સ્ટાઇલ અને ટશન માટે લોકપ્રિય છે.

Whatsapp-channel Whatsapp-channel

10 April, 2019 02:53 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK