આપણે આંખ બંધ કરીને દેશ પર ગર્વ ન કરવો જોઈએઃ આયુષ્માન

18 June, 2019 10:09 AM IST  | 

આપણે આંખ બંધ કરીને દેશ પર ગર્વ ન કરવો જોઈએઃ આયુષ્માન

આયુષ્માન ખુરાના

આયુષ્માન ખુરાનાનું કહેવું છે કે આપણે આંખ બંધ કરીને ગર્વ ન કરવો જોઈએ, કારણ કે આપણો દેશ અન્ય દેશો કરતાં એકદમ અલગ છે. આયુષ્માનની ‘આર્ટિકલ 15’ ૨૮ જૂને રિલીઝ થવાની છે. ફિલ્મમાં જાત‌િના આધારે લોકો સાથે કરવામાં આવતો ભેદભાવ દેખાડવામાં આવ્યો છે. આપણા દેશના લોકો ખૂબ સેન્સિટ‌િવ હોય છે એવું જણાવતાં આયુષ્માને કહ્યું હતું કે ‘આપણો દેશ યુનિક છે, કારણ કે આપણા દેશમાં અનેક પ્રકારના લોકો રહે છે અને આપણે આપ‌‌ણી જાતને લઈને ખૂબ સેન્સિટ‌િવ છીએ. આપણે આપ‌‌ણી જાત પર અને આપણા સમાજ પર ગર્વ કરીએ છીએ. આપણી રિયલ લાઇફમાં આપણે ખૂબ જ હતાશ છીએ અને એથી જ આપણને કંઈક એવું જોઈએ છે જેના પર આપણે ગર્વ કરી શકીએ. આ ફિલ્મ દ્વારા અમે એ અપીલ કરીએ છીએ કે આપણે દેશ પર ગર્વ કરવો જોઈએ, પરંતુ આંખ બંધ કરીને ગર્વ ન કરવો જોઈએ. આપણા દેશને સારો બનાવવાની જરૂર છે.’

આ પણ વાંચોઃ જ્યારે રવીનાએ એક્સ બૉયફ્રેન્ડ અક્ષયકુમારનો ખોલ્યો આ રાઝ...

ayushmann khurrana bollywood