Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જ્યારે રવીનાએ એક્સ બૉયફ્રેન્ડ અક્ષયકુમારનો ખોલ્યો આ રાઝ...

જ્યારે રવીનાએ એક્સ બૉયફ્રેન્ડ અક્ષયકુમારનો ખોલ્યો આ રાઝ...

17 June, 2019 02:20 PM IST | મુંબઈ

જ્યારે રવીનાએ એક્સ બૉયફ્રેન્ડ અક્ષયકુમારનો ખોલ્યો આ રાઝ...

અક્ષયકુમાર અને રવીના ટંડન

અક્ષયકુમાર અને રવીના ટંડન


એક સમય હતો જ્યારે બૉલીવુડના ખિલાડી કુમાર એટલે અક્ષયકુમાર અને રવીના ટંડનની લવ સ્ટોરી વિશે બધા જાણતા હતા. બન્નેની સગાઈ પણ થઈ હતી, પરંતુ પછી બન્ને અલગ થઈ ગયા. અક્ષયે બાદ બૉલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીને ડેટ કરવાનું શરૂ કરી દીધું. બાદ શિલ્પાથી પણ બ્રેકઅપ થઈ ગયું. બાદ એના જીવનમાં ટ્વિન્કલ ખન્ના આવી અને બન્નેના લગ્ન પણ થઈ ગયા.

ટ્વિન્કલ ખન્ના અને શિલ્પા શેટ્ટી વિશે કહેવામાં આવે છે કે જ્યારે શિલ્પા, અક્ષયને ડેટ કરી રહી હતી તે દરમિયાન બન્ને અભિનેત્રીઓની મિત્રતા વચ્ચે દરાર પડી ગઈ. રવીનાએ એક મીડિયા હાઉસથી વાતચીતમાં એ વાતનો ખુલાસો કર્યો છે કે તે અને શિલ્પા ત્યારે પણ સારા મિત્ર હતા જ્યારે શિલ્પા એના એક્સ બૉયફ્રેન્ડ અક્ષય કુમારને ડેટ કરી રહી હતી.



તૂટી ગઈ હતી મારી અને અક્ષયની સગાઈ


રવીનાએ જણાવ્યું કે મારી અને અક્ષયકુમારની સગાઈ પહેલા જ તૂટી ગઈ હતી. બાદ શિલ્પા અને અક્ષયકુમાર એકબીજાને ડેટ કરી રહ્યા હતા. જોકે, બાદ તે ટ્વિન્કલ ખન્નાને ડેટ કરવા લાગ્યા. હું અને શિલ્પા હંમેશાથી સારા દોસ્ત રહ્યા છે. શિલ્પા સાથે અક્ષયના સંબંધ તૂટી જવા પર જ્યારે રવીનાને સવાલ પૂછવામાં આવ્યો તો એણે કહ્યું કે એવું કઈ નથી..અમે 'પરદેસી બાબુ' ફિલ્મમાં સાથે કામ કર્યું છે. જ્યારે તે અક્ષયને ડેટ કરી રહી હતી ત્યારે પણ અમે સારા મિત્ર હતા.

આ પણ વાંચો : આ બૉલીવુડ સિંગરે સલમાન ખાનની ઉડાવી મજાક કહ્યું આવું....


 કેવી રીતે થઈ રવીના અને અક્ષયની લવસ્ટોરીની શરૂઆત?

રવીનાએ જણાવ્યું, એક અમેરિકન શૉ દરમિયાન અમારા બન્નેની મુલાકાત થઈ હતી. બાદ ખબર ઉડવા લાગી કે હું અને અક્ષય એકબીજાને ડેટ કરી રહ્યા છે, પણ એ વાત સાચી નહીં હતી. અમે ફેબ્રુઆરી 1995થી એકબીજાને ડેટ કરતા હતા. રવીનાએ જણાવ્યું કે અમે એક મંદિરમાં સગાઈ કરી હતી. અક્ષયને ડર હતો કે જો સગાઈના સમાચાર પબ્લિકમાં વાયરલ થઈ ગયા તો એમના ફૅન ફૉલોઅિંગ ઘટી શકે છે. એટલે અમે એ વાત છૂપાવી રાખી. અક્ષયે કહ્યું હતું કે તેઓ શૂટિંગ પૂરી કરી લે બાદ આપણે લગ્ન કરીશું, પણ બાદ અમે અલગ થઈ ગયા.

Whatsapp-channel Whatsapp-channel

17 June, 2019 02:20 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK