શરારત ગર્લ આયેશા ખાનની સગાઈ થઈ?

20 August, 2026 04:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઍક્ટ્રેસે ડાયમંડ રિંગ સાથેની તસવીરો પોસ્ટ કરી એટલે ચર્ચા શરૂ થઈ ગઈ છે, શરારત ગર્લ આયેશા ખાનની સગાઈ થઈ? આયેશાએ સોશ્યલ મીડિયા પર કેટલીક ખાસ તસવીરો શૅર કરી છે જેને જોઈને ચાહકોએ તેની સગાઈની અટકળો લગાવવાનું શરૂ કરી દીધું છે.

શરારત ગર્લ આયેશા ખાનની સગાઈ થઈ?

‘ધુરંધર’ના ‘શરારત’ સૉન્ગથી છવાઈ જનાર આયેશા ખાન ફરી એક વાર ચર્ચામાં છે. આયેશાએ સોશ્યલ મીડિયા પર કેટલીક ખાસ તસવીરો શૅર કરી છે જેને જોઈને ચાહકોએ તેની સગાઈની અટકળો લગાવવાનું શરૂ કરી દીધું છે.
તસવીરોમાં આયેશા એક મિસ્ટરી મૅન સાથે જોવા મળી રહી છે. આ ઉપરાંત તેના હાથમાં એક સુંદર ડાયમંડ રિંગ પણ જોવા મળી રહી છે. જોકે આ મામલે એક ટ્‍વિસ્ટ છે. આયેશાએ તસવીરોમાં મિસ્ટરી મૅનનો ચહેરો છુપાવી રાખ્યો છે. આના કારણે કેટલાક લોકોને એવું પણ લાગી રહ્યું છે કે આ કોઈ જ્વેલરી બ્રૅન્ડના ફોટોશૂટનો હિસ્સો હોઈ શકે છે.

dhurandhar bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news instagram