Avengers End Gameએ ભારતીય બોક્સ ઑફિસ પર રચ્યો ઈતિહાસ, તોડ્યા રેકોર્ડ્સ

27 April, 2019 02:25 PM IST  |  મુંબઈ

Avengers End Gameએ ભારતીય બોક્સ ઑફિસ પર રચ્યો ઈતિહાસ, તોડ્યા રેકોર્ડ્સ

Avengers End Gameએ તોડ્યા કમાણીના તમામ રેકોર્ડ્સ

હોલીવુડ ફિલ્મ Avengers End Game દુનિયાભરમાં ધૂમ મચાવી રહી છે. દુનિયાભરની સાથે ભારતીય બોક્સ ઑફિસ પર પણ એવેન્જર્સે ખુબ જ સારી કમાણઈ કરી છે. ટ્રેડના જાણકારોના અનુસાર ફિલ્મ પહેલા જ દિવસે 50 કરોડથી વધુનું કલેક્શન કર્યું છે, જે કોઈ પણ હોલીવુડ ફિલ્મ કરતા સૌથી વધુ છે અને બોલીવુડ ફિલ્મો માટે પણ મોટો પડકાર છે.

ભારતમાં ચાર ભાષામાં રિલીઝ થઈ ફિલ્મ

26 એપ્રિલે એવેંજર્સ એંડ ગેમ ભારતમાં 2845 સ્ક્રીન્સ પર ચાર ભાષાઓ અંગ્રેજી, હિંદી, તમિલ અને તેલુગુમાં રિલીઝ કરવામાં આવી છે. ભારતમાં સામાન્ય રીતે 2500 સ્ક્રીન્સ પર હોલીવુડ ફિલ્મ રીલિઝ થાય છે. પરંતુ એન્ડ ગેમની દીવાનગી જોતા વધુ સ્ક્રીન્સ ફાળવવામાં આવી. ફિલ્મની તમામ ભાષાઓની કમાણી સરળતાથી 50 કરોડને પાર થઈ ગઈ છે. અત્યાર સુધી કોઈ હોલીવુડ ફિલ્મ ઓપનિંગમાં સૌથી વધુ કમાણી કરી હોય તો તે ફિલ્મની પ્રીક્વલ એવેન્જર્સ ઈન્ફિનિટી વૉરની હતી. જેણે ઓપનિંગમાં 31.10 કરોડની કમાણી કરી હતી.

કરી શકે છે 300 કરોડની કમાણી

27 એપ્રિલ 2018માં રિલીઝ થયેલી એવેન્જર્સ ઈન્ફિનિટી વૉરએ 222.29 કરોડની કમાણી કરી હતી. જે ભારતમાં સૌથી વધુ કમાણી કરનારી હોલીવુડ ફિલ્મ છે. જાણકારોનું માનવું છે કે એવેંજર્સ એંડ ગેમ ભારતમાં 300 કરોડનું કલેક્શન કરનાર પહેલી ફિલ્મ બની શકે છે.

બોલીવુડ ફિલ્મને આપે છે ટક્કર

ખાસ વાત એ છે કે ઓપનિંગ રેકોર્ડના મોરચા પર આ ફિલ્મ બોલીવુડને પણ ટક્કર આપતી જણાઈ રહી છે. 2018માં આવેલી આમિર ખાનની ફિલ્મ ઠગ્સ ઑફ હિંદોસ્તાને 52 કરોડનું ઓપનિંગ લીધું હતું, જે હિંદી સિનેમામાં સૌથી વધુ છે.

આ પણ વાંચોઃ Avengers Endgame:Googleમાં Thanos સર્ચ કરશો તો થશે કંઈક આવું

વર્લ્ડવાઈડ કલેક્શનની વાત કરીએ તો એવેંજર્સ એંડ ગેમ દુનિયાના 25 દેશોમાં 24 એપ્રિલે રિલીઝ થઈ હતી. આ ત્રણ દિવસોમાં ફિલ્મે લગભગ 4200 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. જેમાંથી 1500 કરોડ એકલા ચીનમાંથી આવ્યા છે.

avengers