ઑસ્ટ્રેલિયાની યુનિવ‌િર્સટીમાં શાહરુખ ખાનના નામે આપવામાં આવશે સ્કૉલરશિપ

10 August, 2019 10:00 AM IST  |  મુંબઈ

ઑસ્ટ્રેલિયાની યુનિવ‌િર્સટીમાં શાહરુખ ખાનના નામે આપવામાં આવશે સ્કૉલરશિપ

ઑસ્ટ્રેલિયાનાં મેલબર્નમાં આવેલી લા ટ્રોબ યુનિવર્સિટીએ જાહેરાત કરી છે કે તેઓ શાહરુખ ખાનનાં નામે સ્કૉલરશીપ આપશે. ભારતની કાબેલ છોકરીઓને રિસર્ચ કરવા માટે આ સ્કૉલરશિપ મદદ કરશે. વર્તમાનમાં વિશ્વને પડતી સમસ્યાઓ પર આ સ્કૉલરશિપની મદદથી રિસર્ચ કરવા માટે તેમને પ્રોત્સાહન આપવામાં આવશે. આ સ્કૉલરશિપ હેઠળ ઉમેદવારને ચાર વર્ષ માટે રિસર્ચ કરવા માટે બે લાખ ઑસ્ટ્રેલિયન ડૉલરની મદદ કરવામાં આવશે. શાહરુખ પોતાનાં મીર ફાઉન્ડેશન દ્વારા મહિલાઓનાં કલ્યાણ માટે કાર્યો કરે છે. આ જ કારણ છે કે તેનાં નામે હવે સ્કૉલરશિપ શરૂ કરવામાં આવશે. મહિલાઓ અને જરૂરિયાતવાળા બાળકોનાં ઉજ્જવળ ભવિષ્ય માટે સાથે જ ભારતીય સિનેમામાં આપેલા યોગદાન માટે શાહરુખ ખાનને આ યુનિવર્સિટીએ સન્માનનિય ડિગ્રી એવી ‘ડૉક્ટર ઑફ લેટર્સ’થી સન્માનિત કરવામાં આવ્યો છે. પોતાને મળેલાં આ માન પર પ્રતિક્રિયા આપતાં શાહરુખે કહ્યું હતું કે ‘મહિલાઓને સમાન અધિકાર અને તેમનાં સશક્તિકરણનો હું પ્રખર હિમાયતી છું.

આ પણ વાંચોઃ Kajol: જુઓ બોલીવુડની બ્યૂટીફુલ એક્ટ્રેસના રૅર ફેમિલી ફોટોઝ

મને ખુશી છે કે આ સ્કૉલરશિપની મદદથી ભારતીય મહિલાઓને રિસર્ચનાં ફિલ્ડમાં આગળ વધવાની તક મળશે. તેમને એક આકર્ષક અને સફળ કરીઅરનાં પથ પર લઈ જશે. હું લા ટ્રોબ યુનિવર્સિટીનો દિલથી આભાર માનું છું કે તેમણે આ એક અતુલનિય તક આપી છે.’

bollywood entertaintment Shah Rukh Khan