સલમાન ખાન સાથે ‘વેટરન’ની રીમેક મોટા પાયે બનાવશું અતુલ અગ્નિહોત્રી

10 May, 2019 10:24 AM IST  |  મુંબઈ

સલમાન ખાન સાથે ‘વેટરન’ની રીમેક મોટા પાયે બનાવશું અતુલ અગ્નિહોત્રી

અતુલ અગ્નિહોત્રીનું કહેવું છે કે કોરિયન ફિલ્મ ‘વેટરન’ની રીમેક સલમાન ખાન સાથે મળીને મોટા પાયે બનાવવામાં આવશે. કોઈ ફિલ્મમાં સલમાન હોય તો લોકોની અપેક્ષા એ ફિલ્મ સાથે વધી જાય છે. એ જોતાં ઓરિજિનલ કોરિયન ફિલ્મ કરતાં પણ આ રીમેકને ખૂબ જ મોટી બનાવવામાં આવશે. કોરિયન ફિલ્મ ‘વેટરન’ના રાઇટ્સ અતુલે ખરીદી લીધા છે. આ વિશે વધુ માહિતી આપતાં અતુલે કહ્યું હતું કે ‘મેં એ ફિલ્મ જોઈ છે અને મને એ ખૂબ ગમી પણ છે. આ એક પ્રકારની તક કહી શકાય કે મને સલમાન સાથે આ ફિલ્મ બનાવવા મળશે. એ ક્લાસ ફિલ્મ છે. મેં તેને પણ આ ફિલ્મ દેખાડી અને તેને પણ આ ફિલ્મ પસંદ પડી છે. સલમાને પણ ફિલ્મ માટે હામી ભરી છે. આ ફિલ્મમાં તે ડિટેક્ટિવની ભૂમિકામાં જોવા મળશે. કોઈ ફિલ્મને અડૅપ્ટ કરવામાં આવે તો એને અદ્દલ એ રીતે જ નથી બનાવવામાં આવતી. અડૅપ્ટેશન હંમેશાંથી એક શરૂઆત હોય છે.

આ પણ વાંચોઃ આ પાંચ કારણોથી તમારે જોવું જોઈએ સ્ટુડન્ટ ઑફ ધ યર 2

ત્યાર બાદ તમે દર્શકોની સમજ અને રુચિ પ્રમાણે એમાં ઉમેરો કરો છો. આ ફિલ્મમાં પણ અનેક મોટી ચીજવસ્તુઓ ઉમેરવામાં આવશે. હું આ ફિલ્મને મોટી અને વિશાળ બનાવવા માગું છું, કારણ કે સલમાન જે પણ ફિલ્મમાં હોય છે લોકોની આશાઓ અને અપેક્ષાઓ તેમની પાસે વધી જાય છે. આવતા વર્ષે આ ફિલ્મની શરૂઆત કરવાની અમારી યોજના છે.’

atul agnihotri Salman Khan bollywood