19 September, 2023 03:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સલમાન ખાન
શાહરુખની ‘જવાન’ને ડિરેક્ટ કર્યા બાદ હવે ઍટલીએ સલમાન ખાન અને હૃતિક રોશન સાથે કામ કરવાનું નક્કી કર્યું છે. ‘જવાન’ને ડિરેક્ટ કરીને ઍટલીએ હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી છે. તે હવે રાહ જોઈ રહ્યો છે કે તેને યોગ્ય સ્ક્રિપ્ટ મળી જાય. એ વિશે ઍટલીએ કહ્યું હતું કે ‘હું સમય-સમય પર સિનેમા-લવર્સ સાથે અનેક બાબતો પર ચર્ચા કરતો રહું છું. હા, મારી અને સલમાન સર વચ્ચે વાતચીત થઈ છે. હૃતિક સર સાથે ઘણા સમય પહેલાં વાત થઈ હતી. રણવીર સિંહ સર, રણબીર કપૂર સર, વિજય થલપતિ સર અને અલ્લુ અર્જુન સર સાથે પણ ચર્ચા થઈ છે. સિનેમા-લવર્સ હોવાથી અમે એક જ વસ્તુ પર ટકી નથી રહેતા. અમે એકસાથે કામ કરીશું. એક વખત ભગવાનના આશીર્વાદ મળી જાય તો હું આગળ વધીશ. ભગવાનના આશીર્વાદ અને સારી સ્ક્રિપ્ટની મને જરૂર છે.’