04 May, 2025 06:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ
WAVES 2025ના એક પૅનલ-ડિસ્કશનમાં શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણે ભાગ લીધો હતો અને એનું મોડરેશન કરણ જોહરે કર્યું હતું. આ સેશન દરમ્યાન શાહરુખે તેના જીવનનાં કેટલાંક સીક્રેટ જાહેર કર્યાં હતાં જે તેના જ શબ્દોમાં જોઈએ...
જ્યારે હું સ્ટેજ પર આવું છું ત્યારે મને બહુ શરમ આવે છે. હું આવો જ છું. મને કોઈ વધારે અટેન્શન આપે તો મને ટેન્શન થઈ જાય છે.
હું જ્યારે કોઈ પાર્ટીમાં જાઉં છું ત્યારે દીપિકાનો ઉપયોગ મારા કવચની જેમ કરું છું, કારણ કે તેની હાઇટ મારા કરતાં વધારે છે. જ્યારે-જ્યારે શક્ય હોય ત્યારે હું દીપિકાની પાછળ સંતાઈ જાઉં છું.
દુનિયામાં મારા ફૅન્સ બહુ પ્રેમથી મારી ફિલ્મો જોવા આવે છે. હું જ્યારે ખરાબ ફિલ્મ બનાવું છું ત્યારે મને પર્સનલી બહુ ખરાબ લાગે છે. એ પછી હું મારી જાતને બાથરૂમમાં બંધ કરીને રડતો રહું છું. મને બહુ રડવું આવે છે અને તકલીફ થાય છે. એ પછી હું મારી જાતને સંભાળીને પાછો આગળ વધવાનો નિર્ધાર કરું છું.
મીરાની મદદન કારણે બચી ગઈ દીપિકા પાદુકોણ
સમિટમાં સ્ટાઇલિશ આઉટફિટ પહેરીને આવેલી દીપિકા પાદુકોણ એક તબક્કે નાનકડા વૉર્ડરોબ મિસહૅપનો ભોગ બનવાની હતી. જોકે શાહિદ કપૂરની પત્ની મીરાએ સમયસર તેની મદદ કરતાં આ પરિસ્થિતિને ટાળી શકાઈ હતી. દીપિકાએ જ્યારે એન્ટ્રી લીધી ત્યારે બધાની નજર તેના પર જ હતી. દીપિકાએ હેમા માલિની અને ઑસ્કર-વિનિંગ પ્રોડ્યુસર ગુનીત મોંગા સાથે એન્ટ્રી લીધી હતી. આ સમયે એલિગન્ટ સલવાર સૂટમાં દીપિકા બહુ ખૂબસૂરત લાગી રહી હતી, પણ તેના દુપટ્ટામાં સરખી રીતે પિન લગાવેલી ન હોવાથી એ સરકી જતો હતો. આ સમયે મીરા રાજપૂત તેની મદદે આવી અને તેણે દીપિકાને દુપટ્ટો સારી રીતે પિન-અપ કરી આપ્યો. આ પછી બન્નેએ એકબીજાને ઉષ્માભર્યું સ્મિત આપ્યું અને એકબીજાને ગળે મળ્યાં. દીપિકા અને મીરાનો આ વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.
દીપિકા રિયલ લાઇફમાં ખરેખર બહુ સારી મમ્મી સાબિત થશે: શાહરુખ
પૅનલ ડિસ્કશન દરમ્યાન શાહરુખે તેની ફિલ્મો ‘ઓમ શાંતિ ઓમ’, ‘ચેન્નઈ એક્સપ્રેસ’, ‘જવાન’ અને ‘પઠાન’ જેવી ફિલ્મોમાં તેની હિરોઇન રહી ચૂકેલી દીપિકા પાદુકોણ માટે કમેન્ટ કરતાં જણાવ્યું હતું કે ‘દીપિકા સારી પર્ફોર્મર તો છે જ અને સાથે-સાથે તેના જીવનમાં માતૃત્વનું નવું પ્રકરણ પણ શરૂ થયું છે. હું તેની ટૅલન્ટનો ફૅન છું અને મને એ પણ ખાતરી છે કે તે દુઆનો બહુ સારી રીતે ઉછેર કરશે અને રિયલ લાઇફમાં બહુ સારી માતા સાબિત થશે.’
શાહરુખની આ કમેન્ટ સાંભળીને દીપિકા બહુ ખુશ થઈ ગઈ હતી અને તેની ખુશી તેના ચહેરા પર સ્પષ્ટ નજરે ચડતી હતી.