શ્રેયા ઘોષાલે લંડનની કૉન્સર્ટમાં આશા ભોસલેને આપી શ્રદ્ધાંજલિ

14 April, 2026 10:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શ્રેયાએ સોશ્યલ મીડિયા પર આશા ભોસલે સાથેની પોતાની તસવીર શૅર કરીને ઇમોશનલ નોંધ લખી

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

શ્રેયા ઘોષાલે પોતાની ‘અનસ્ટૉપેબલ વર્લ્ડ ટૂર’માં લંડનની કૉન્સર્ટ દરમ્યાન આશા ભોસલેને હાર્દિક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

લંડનના ધી ઓ2 અરીના ખાતે શ્રેયા ઘોષાલે કૉન્સર્ટ દરમ્યાન આશા ભોસલેને યાદ કર્યાં હતાં. સ્ટેજની પાછળ તેમની તસવીરો દર્શાવવામાં આવી હતી, જ્યારે શ્રેયાએ આશા ભોસલેનાં લોકપ્રિય ગીતો જેમ કે ‘અભી ના જાઓ છોડ કર’ અને ‘દો લફ્ઝોં કી હૈ દિલ કી કહાની’ રજૂ કર્યાં.

શ્રેયાએ સોશ્યલ મીડિયા પર આશા ભોસલે સાથેની પોતાની તસવીર શૅર કરીને ઇમોશનલ નોંધ લખી કે આજે આપણે એવો અવાજ ગુમાવી દીધો છે જેણે પેઢીઓને પરિભાષિત કર્યો, એક એવો આત્મા જેણે સંગીતને નવી ઓળખ આપી.

asha bhosle celebrity death shreya ghoshal london entertainment news bollywood bollywood news