સોશ્યલ મીડિયાને કારણે કલાકારોને મળી રહી છે બૉલીવુડમાં તક : અરમાન મલિક

01 March, 2021 01:04 PM IST  |  Mumbai | Agencies

સોશ્યલ મીડિયાને કારણે કલાકારોને મળી રહી છે બૉલીવુડમાં તક : અરમાન મલિક

સોશ્યલ મીડિયાને કારણે કલાકારોને મળી રહી છે બૉલીવુડમાં તક : અરમાન મલિક

સિંગર અરમાન મલિકનું કહેવું છે કે સોશ્યલ મીડિયાને કારણે નવા-નવા કલાકારોને બૉલીવુડમાં અનેક તક મળી રહી છે. સોશ્યલ મીડિયાના લાભ ગણાવતાં અરમાને કહ્યું હતું કે ‘સોશ્યલ મીડિયાના વિશ્વમાં ટૅલન્ટની શોધ કરવી અને તેમને શોધી કાઢવા એની વ્યાખ્યા જ હવે બદલાઈ ગઈ છે. સોશ્યલ મીડિયાના કારણે અનેક નવા કલાકારોને બૉલીવુડમાં ચાન્સ મળે છે. હું યંગ કલાકારોને સલાહ આપવા માગું છું કે યુટ્યુબ પર અને અન્ય સોશ્યલ મીડિયા સાઇટ્સ પર ઓરિજિનલ કન્ટેન્ટ દેખાડો. ઊભરતા કલાકારો તો માત્ર એક ક્લિકની દૂરી પર છે. એવામાં ખૂબ જ અગત્યના લોકો દ્વારા તેમને ડિસ્કવર કરવામાં આવે અને તેમને બૉલીવુડની ફિલ્મોમાં બ્રેક મળે એની શક્યતા પણ વધી જાય છે.’

bollywood bollywood news bollywood ssips armaan malik