Article 15 Box Office Collection: ફિલ્મે કરી આટલા કરોડની કમાણી

05 July, 2019 06:17 PM IST  |  મુંબઈ

Article 15 Box Office Collection: ફિલ્મે કરી આટલા કરોડની કમાણી

આયુષ્માન ખુરાનાની ફિલ્મ આર્ટિકલ 15 ગત સપ્તાહે રિલીઝ થઈ હતી. 28 જૂને થિયેટર્સમાં આવેલી ફિલ્મ રિલીઝ થઈ હતી. ગુરુવારે ફિલ્મની કમાણી ઠીક ઠીક રહી છે. અત્યાર સુધી ફિલ્મે 34.21 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.

ફિલ્મ આર્ટિકલ 15 બોક્સ ઓફિસ પર આશા કરતા સારું પ્રદર્શન કરી રહી છે. આ ફિલ્મ ધીરે ધીરે સારા ફિગર સુધી પહોંચી રહી છે. ગુરુવારે ફિલ્મે 3.05 કરોડ રૂપિયાની કમાણી કરી છે. અત્યાર સુધી ફિલ્મનું કલેક્શન 34.21 કરોડ થઈ ચૂક્યુ છે. ફિલ્મ માટે પહેલું સપ્તાહ સારુ રહ્યું છે. હવે ફિલ્મને આગમી વીક એન્ડ પાસેથી સારી આશાઓ છે. પરંતુ આર્ટિક 15 માટે આગામી વીક એન્ડમાં વધુ કલેક્શન કરવું આસાન નહીં હોય, કારણ કે થિયેટર્સમાં શાહિદ કપૂરની ફિલ્મ કબીર સિંહ ધમાલ મચાવી રહી છે. આ સાથે જ શુક્રવારે મલાલ પણ થિયેટર્સમાં રિલીઝ થઈ ચૂકી છે.

આ પણ વાંચોઃ Maira Doshi:જેટલી ક્યૂટ એટલી જ ગ્લેમરસ પણ છે આ ગુજરાતી એક્ટ્રેસ

પહેલા દિવસે ફિલ્મે 5.02 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. શનિવારે 7.25 કરોડ રૂપિયા અને રવિવારે 7.77 કરોડ રૂપિયા ભેગા કર્યા છે, આ સાથે જ ફિલ્મ ઓપનિંગ વીક એન્ડમાં જ ફિલ્મે 20.04 કરોડ રૂપિયા કમાઈ લીધા હતા. બાદમાં સોમવારે 3.97 કરોડ, મંગળવારે 3.67 કરોડ, બુધવારે 3.48 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. ફિલ્મમાં આયુષ્માન ખુરાના લીડ રોલમાં છે. ફિલ્મને અનુભવ સિંહાએ ડિરેક્ટ કરી છે.

ayushmann khurrana bollywood