૨.૧૨ કરોડ રૂપિયાના ૧૪ વર્ષમાં ૬.૨૫ કરોડ રૂપિયા

14 July, 2026 12:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અર્શદ વારસીએ હાલમાં પોતાની વર્ષો જૂની દુકાન વેચી દીધી છે અને એમાંથી કરોડો રૂપિયાનો નફો મેળવ્યો

અર્શદ વારસી (સૌજન્ય મિડડે)

અર્શદ વારસીએ હાલમાં પોતાની વર્ષો જૂની દુકાન વેચી દીધી છે અને એમાંથી કરોડો રૂપિયાનો નફો મેળવ્યો છે. મળતી માહિતી પ્રમાણે અર્શદે અંધેરી-પશ્ચિમ સ્થિત લોખંડવાલા કૉમ્પ્લેક્સમાં આવેલી પોતાની દુકાન ૬.૨૫ કરોડ રૂપિયામાં વેચી છે. અર્શદે આ દુકાન ૨૦૧૨માં ૨.૧૨ કરોડ રૂપિયાથી વધુ કિંમતે ખરીદી હતી અને એટલે આ ડીલમાંથી ત્રણ ગણો નફો મેળવ્યો છે. આ દુકાન લોખંડવાલા કૉમ્પ્લેક્સની ગ્રૅનવિલ કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી છે અને એનો કાર્પેટ એરિયા ૬૮૪ સ્ક્વેર ફુટ છે. અર્શદે જ્યારે ૧૪ વર્ષ પહેલાં આ દુકાન ખરીદી હતી ત્યારે તેણે એના માટે ૩૦ હજાર રૂપિયાની રજિસ્ટ્રેશન-ફી અને ૧૦ લાખ રૂપિયાથી વધુની સ્ટૅમ્પ-ડ્યુટી ચૂકવી હતી.

મુંબઈમાં લક્ઝરી બંગલો અને ગોવામાં ૧૫૦ વર્ષ જૂની વિલા

અર્શદ વારસીની અન્ય મિલકતોની વાત કરીએ તો વર્સોવામાં તેનો એક લક્ઝરી બંગલો છે. આ ઉપરાંત નૉર્થ ગોવામાં તેની ૧૫૦ વર્ષ જૂની પોર્ટુગીઝ વિલા પણ છે જેને તેણે રિસ્ટોર કરાવી છે. આ વિલાનું નામ ‘કાસા ઝેન’ છે. આ વિલાનો ઉપયોગ હૉલિડે સ્ટે તરીકે પણ કરવામાં આવે છે. રિપોર્ટ મુજબ અહીં રહેવાનું ભાડું પ્રતિ રાત ૭૫ હજાર રૂપિયા છે.

 

arshad warsi bollywood entertainment news bollywood controversies bollywood gossips bollywood events bollywood buzz bollywood news