મારા મ્યુઝિક વિડિયો જોઈને મને ફિલ્મોની ઑફર્સ મળી રહી છે: અરમાન મલિક

17 December, 2020 04:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મારા મ્યુઝિક વિડિયો જોઈને મને ફિલ્મોની ઑફર્સ મળી રહી છે: અરમાન મલિક

અરમાન મલિક

સિંગર અરમાન મલિકે જણાવ્યું છે કે તેના મ્યુઝિક વિડિયો જોઈને તેને ફિલ્મોમાં ઍક્ટિંગ કરવાની ઑફર્સ મળી રહી છે. જોકે તે માત્ર કરવા ખાતર ઍક્ટિંગ નથી કરવા માગતો. ફિલ્મોની મળતી ઑફર્સ વિશે અરમાન મલિકે કહ્યું હતું કે ‘અનેક લોકોએ મને ફિલ્મોમાં ઍક્ટિંગ કરવા માટે અપ્રોચ કર્યો હતો. મારા મ્યુઝિક વિડિયો જોઈને લોકોને એમ લાગે છે કે હું ઍક્ટર બની શકું છું. મારું એટલું જ માનવું છે કે હું કોઈ પણ કામ અડધા મને નથી કરવા માગતો. હું બાળપણથી જ મ્યુઝિક શીખતો આવ્યો છું. હું નામમાત્ર ઍક્ટિંગ નથી કરવા માગતો. ફિલ્મોમાં આવતાં પહેલાં હું પૂરતી તૈયારી કરવા માગું છું અને સાથે જ હું મારી જાતને સારી રીતે રજૂ કરવા માગું છું. ડાન્સિંગ અને ઍક્શન ઍક્ટિંગનો જ એક ભાગ છે. મને નથી લાગતું કે વર્તમાનમાં મારામાં એ સ્કિલ્સ છે. એથી ઍક્ટિંગના ક્ષેત્રે ઊતરતાં પહેલાં તો હું મારી જાતને પૂરી રીતે તૈયાર કરીશ. મારો આખો સમય મ્યુઝિકમાં જ પસાર થાય છે. અન્ય ઍક્ટિવિટી માટે મારી પાસે સમય નથી બચતો. જો કોઈ ઇન્ટરેસ્ટિંગ પ્રોજેક્ટ મને મળશે, જેમ કે વેબ-સિરીઝ અથવા ફિલ્મોમાં મને મ્યુઝિશ્યનનો રોલ મળશે તો કદાચ હું એ કરીશ કેમ કે મારામાં એ કુદરતી રીતે દેખાઈ આવશે. જોકે ઍક્ટિંગ વિશે તો મેં વિચાર્યું પણ નથી. હું એવા જ પ્રોજેક્ટને પ્રતિસાદ આપીશ જે એક કલાકાર તરીકે મને આકર્ષિત કરે.’

entertainment news bollywood bollywood news armaan malik