અર્જુન રામપાલ અને માનવ કૌલ દેખાશે કોર્ટરૂમ ડ્રામા નેલ પૉલિશમાં

23 September, 2020 06:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અર્જુન રામપાલ અને માનવ કૌલ દેખાશે કોર્ટરૂમ ડ્રામા નેલ પૉલિશમાં

અર્જુન રામપાલ

કોર્ટરૂમ ડ્રામા ‘નેલ પૉલિશ’માં અર્જુન રામપાલ જોવા મળશે. આ પ્રોજેક્ટને બગ્સ ભાર્ગવ ક્રિષ્ન દ્વારા ડિરેક્ટ કરવામાં આવશે અને એમાં માનવ કૌલ, રજિત કપૂર અને આનંદ તિવારી પણ જોવા મળશે, જેને ખૂબ જ જલદી Zee5 પર રિલીઝ કરવામાં આવશે. આ વિશે અર્જુન રામપાલે કહ્યું હતું કે ‘આ ટાઇટલની જેમ સ્ક્રિપ્ટ પણ એટલી જ અદ્ભુત છે. આ સ્ક્રિપ્ટ દરેક ઍક્ટરને પોતાની લિમિટની બહાર જઈને કામ કરવાની સ્વતંત્રતા આપે છે જેથી એક અદ્ભુત રિઝલ્ટની ગૅરન્ટી છે.’

માનવ કૌલ 

માનવ કૌલ મુજબ આ તેની કરીઅરનો અત્યાર સુધીનો સૌથી ચૅલેન્જિંગ રોલ છે. આ વિશે માનવ કૌલે કહ્યું હતું કે ‘અમારી ‘નેલ પૉલિશ’માં હું વીર સિંહનું પાત્ર ભજવી રહ્યો છું. આજ સુધી મેં ભજવેલાં પાત્રોમાં સૌથી મુશ્કેલ અને થ્રિલિંગ પાત્ર છે અને સ્ટોરી માટે એ એટલું જ મહત્ત્વનું પણ છે. સ્ક્રિપ્ટ અને મારું પાત્ર ખૂબ જ સારું હોવાથી મેં તરત જ હા પાડી દીધી હતી.’

entertainment news bollywood bollywood news bollywood gossips upcoming movie arjun rampal