દિલજીત દોસંજ: કેમ હિન્દીમાં ડબ નથી થતી પંજાબી ફિલ્મો

21 June, 2019 04:49 PM IST  | 

દિલજીત દોસંજ: કેમ હિન્દીમાં ડબ નથી થતી પંજાબી ફિલ્મો

અર્જુન પટિયાલા

પંજાબી સિંગર દિલજીત દોસંજ પંજાબી સાતે હિન્દી ફિલ્મોમાં પણ સતત કામ કરી રહ્યા છે. પંજાબી ફિલ્મ 'શડા' સિવાય એમની આગામી હિન્દી ફિલ્મ 'અર્જુન પટિયાલા' અને અક્ષયકુમાર અને કરીના કપૂર ખાન સાથે 'ગુડ ન્યૂઝ' સામેલ છે. દિલજીત પંજાબી ફિલ્મ 'શડા'ને સબ-ટાઈટલની સાથે રિલીઝ કરવામાં આવી રહી છે, જેથી બીજી ભાષાના લોકો ફણ આ ફિલ્મને જોઈ અને સમજી શકે.

સાઉથની જેમ પંજાબી ફિલ્મોને બહુ વધારે હિન્દી અથવા બીજી ભાષાઓમાં ડબ કરવાનું કારણ જણાવતા દિલજીત કહે છે, પંજાબી ફિલ્મોને ડબ કરી શકાતી નથી. આ ફિલ્મોને અન્ય ભાષાઓમાં બનાવવા માટે તેને તે ભાષાઓમાં શૂટ કરવી પડશે. જો પંજાબી ડાયલોગ્સને ડબ કરવાની કોશિશ કરવામાં આવશે, તો ફિલ્મમાં મજા નહીં આવે. જ્યારે મારી કોઈ ડબ કરેલી ફિલ્મ ફૅન્સ જુએ છે તો તેઓ મને મેસેજ કરીને કહે છે કે તમે તમારી ફિલ્મોને ડબ થવા નહીં દો. ફૅ્ન્સને ફિલ્મ જોવામાં મજા નથી આવતી.

આ પણ વાંચો : સલમાન-આલિયાની ઇન્શાઅલ્લાહની વાર્તા સલમાનની જાનમ સમજા કરો સાથે મળી આવે છે

કેટલાક ડાયલોગ્સ એવા હોય છે, જે તે જ ભાષમાં સારી લાગે છે, જે ભાષામાં તે બનાવવામાં આવી છે. જો એને હિન્દીમાં ડબ કરવામાં આવી, તો એનો અર્થ કઈ બીજો જ નીકળી જશે. સાઉથની ઈન્ડસ્ટ્રીના મુકાબલે પંજાબી ઈન્ડસ્ટ્રી એટલી મોટી નથી. પંજાબી ફિલ્મ જોનારા દર્શકોની સંખ્યા ઓછી છે. જો નિર્માતાના પૈસા જ નહીં નીકળી શક્યા, તો મોટા બજેટની ફિલ્મ બનાવીને કોઈ ફાયદો નથી. તો બજેટને ધ્યાનમાં રાખીને એટલા જ બજેટની ફિલ્મો બનાવવી પડે છે. ફિલ્મ 'શડા'માં દિલજીત દોસંજ અને નીરૂ બાજવા છે. બન્નેની સાથે પાંચમી ફિલ્મ હશે.

diljit dosanjh kriti sanon bollywood news