સલમાન-આલિયાની ઇન્શાઅલ્લાહની વાર્તા સલમાનની જાનમ સમજા કરો સાથે મળી આવે છે

Updated: Jun 21, 2019, 17:00 IST | Mumbai

સલમાન ખાન અને આલિયા ભટ્ટ પહેલીવાર ફિલ્મી પરદે સાથે આવી રહ્યા છે. આ ફિલ્મ સંજય લીલા ભણશાલીની ‘ઇન્શાઅલ્લાહ’ છે. આ ફિલ્મમાં બંને પહેલીવાર સાથે જોવા મળશે.

સલમાન ખાન અને આલિયા ભટ્ટ
સલમાન ખાન અને આલિયા ભટ્ટ

Mumbai : સલમાન ખાન અને આલિયા ભટ્ટ પહેલીવાર ફિલ્મી પરદે સાથે આવી રહ્યા છે. આ ફિલ્મ સંજય લીલા ભણશાલીની ઇન્શાઅલ્લાહછે. આ ફિલ્મમાં બંને પહેલીવાર સાથે જોવા મળશે. પણ મળી રહેલી માહિતી પ્રમાણે આ ફિલ્મની સ્ટોરી સલમાન ખાનની જ બહુ ચર્ચીત જૂની ફિલ્મ 'જાનમ સમજા કરો'ની સ્ટોરી પર આધારિત છે.

 

આવી હોઇ શકે છે 'ઈન્શાઅલ્લાહ'ની સ્ટોરી

સંજય લીલા ભણશાલીની ફિલ્મ 'ઈન્શાઅલ્લાહ'માં સલમાન ખાન 40 વર્ષના બિઝનેસમેનના રોલમાં છે. તે ઘણો જ ધનવાન છે અને તે પોતાના જીવનને લઈ ખાસ ગંભીર નથી. આથી જ તેના પિતા ચિંતામાં રહેતા હોય છે. પિતા તેની સામે શરત મૂકે છે કે જો તે તેની લાઈફસ્ટાઈલ નહીં સુધારે અને લગ્ન નહીં કરે તો તેને સંપત્તિ મળશે નહીં. આ ફિલ્મમાં 'પદ્માવત', 'બાજીરાવ મસ્તાની' જેવા ભવ્ય સેટ જોવા મળશે નહીં. ફિલ્મ રિયલ લોકેશન પર શૂટ કરવામાં આવશે.

આ પણ વાંચો : Brahmastra: ગંગા કિનારે આ રીતે શૂટિંગ કરી રહ્યા છે આલિયા ભટ્ટ-રણબીર કપૂર


ફિલ્મમાં શું છે આલિયાનો રોલ
ઇન્શાઅલ્લાહ ફિલ્મમાં આલિયા 20-22 વર્ષની યુવતીના રોલમાં છે. જે એક્ટ્રેસ બનવા માગે છે. સલમાન ખાન, આલિયાને મળીને પિતા આગળ પ્રેમનું નાટક કરવાનું કહે છે. બંને આ ખોટા રિલેશનશીપમાં રહે છે. જોકે, આ સમય દરમિયાન બંને એકબીજાને પ્રેમ કરવા લાગે છે.


આ પણ જુઓ : Bharat:પ્રીમિયરમાં આ અંદાજમાં દેખાયા બોલીવુડના સિતારા

'જાનમ સમજા કરો'ની આ સ્ટોરી હતી

 

વર્ષ 1999માં આવેલી 'જાનમ સમજા કરો'માં સલમાન તથા ઉર્મિલાએ સાથે કામ કર્યું હતું. આ ફિલ્મમાં સલમાન, ઉર્મિલાને પોતાના દાદા આગળ પ્રેમનું નાટક કરવાનું કહે છે અને આ નાટક કરતાં કરતાં બંને એકબીજાને પ્રેમ કરવા લાગે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK