જિંદગી મારા માટે થોડી ક્રૂર રહી છે

04 February, 2026 09:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દિવંગત મમ્મી મોના શૌરીના જન્મદિવસે અર્જુન કપૂરે લખી ઇમોશનલ પોસ્ટ

ગઇ કાલે અર્જુન કપૂરની દિવંગત મમ્મી મોના શૌરીનો જન્મદિવસ હતો

ગઇ કાલે અર્જુન કપૂરની દિવંગત મમ્મી મોના શૌરીનો જન્મદિવસ હતો. આ ખાસ દિવસે અર્જુને સોશ્યલ મીડિયા પર મમ્મીની યાદમાં એક જૂની તસવીર સાથે એક ભાવુક પોસ્ટ શૅર કરી છે. અર્જુને પોતાની પોસ્ટમાં લખ્યું છે, ‘હૅપી બર્થ-ડે માઁ’, આજે તમારી બહુ યાદ આવી રહી છે. જિંદગી મારા માટે થોડી ક્રૂર રહી છે, પણ કોઈ વાંધો નહીં. હું પહેલાં પણ મુશ્કેલીઓ સામે લડ્યો છું, આગળ પણ લડીશ અને ફરી ઊભો થઈશ.’

પોસ્ટમાં અર્જુને આગળ લખ્યું, ‘માઁ, તમે મને શીખવ્યું છે કે જીવનનો સામનો ગૌરવ અને શાલીનતાથી કેવી રીતે કરવો. આ મુશ્કેલ સમય પણ પસાર થઈ જશે. જલદી ફરી મળીશું અને એક દિવસ તમારો જન્મદિવસ સાથે ઊજવીશું. તમારો પ્રેમાળ દીકરો...અર્જુન.’

arjun kapoor happy birthday social media entertainment news bollywood bollywood news