મલાઈકા અરોરાને લઈને ફોટોગ્રાફર્સ પર ભડક્યા અર્જુન કપૂર, આ છે મામલો

22 April, 2019 02:36 PM IST  |  મુંબઈ

મલાઈકા અરોરાને લઈને ફોટોગ્રાફર્સ પર ભડક્યા અર્જુન કપૂર, આ છે મામલો

અર્જુન કપૂર ફોટોગ્રાફર્સ પર થયા ગુસ્સે

અર્જુન કપૂર અને મલાઈકા અરોરા લાંબા સમયથી ચર્ચામાં છે. બંનેના અફેરને લઈને સતત ખબરો આવતી રહે છે. આ વચ્ચે નવી ખબર એવી આવી રહી છે કે, મલાઈકા અરોરાનો ફોટોગ્રાફર્સે રસ્તો રોકતા અર્જુન કપૂરને ગુસ્સો આવી ગયો.

અર્જુનને ગુસ્સો આવ્યો અને તેણે ફોટોગ્રાફર્સને લતાડ પણ લગાવી. હાલમાં જ અર્જુન કપૂર અને મલાઈકા અરોરા સાથે નજર આવ્યા. અહીં કેટલાક ફોટોગ્રાફર્સે મલાઈકા અરોરાની તસવીરો લઈ રહ્યા હતા, જેના કારણે મલાઈકાએ રોકાવું પડ્યું અને જેના કારણે અર્જુન કપૂર ગુસ્સે થઈ ગયા. અહેવાલો પ્રમાણે આ આખી ઘટનાનાનો વીડિયો પણ બનાવવામાં આવ્યો છે. જેમાં મિત્રો સાથે ડિનર ડેટ પર પહોંચેલા મલાઈકા અને અર્જુનની તસવીરો લેવા માટે જ્યારે ફોટોગ્રાફર્સ પહોંચ્યા તો અજાણતામાં મલાઈકાનો રસ્તો રોકી દીધો. જે જોઈને અર્જુન ભડકી ગયો હતો.

તમને જણાવી દઈએ કે, હાલમાં જ માલદીવમાં મલાઈકાએ રજાઓ ગાળી હતી અને કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી જે ખૂબ વાયરલ થઈ હતી. જે બાદ અર્જુને પણ માલદીવથી કેટલીક તસવીરો શેર કરી હતી. જે બાદ એવા પણ અંદાજ લગાવવામાં આવ્યો હતો કે બંને સાથે હતા.

આ પણ વાંચોઃ અર્જુન સાથેના લગ્નની અફવાઓ પર મલાઈકાએ તોડી ચુપ્પી, જાણો શું કહ્યું

મલાઈકા અરોરાના અરબાઝ ખાન સાથે છૂટાછેડા થઈ ચુક્યા છે. જે બાદ જ અર્જુલ કપૂર અને મલાઈકા અરોરાના સંબંધોની સતત ચર્ચાઓ થઈ રહી છે.

malaika arora arjun kapoor