ફિલ્મના શૂટિંગ માટે આઉટડોર જવાને રિફ્રેશિંગ માને છે અર્જુન કપૂર

28 November, 2020 07:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફિલ્મના શૂટિંગ માટે આઉટડોર જવાને રિફ્રેશિંગ માને છે અર્જુન કપૂર

અર્જુન કપૂર

અર્જુન કપૂરનું કહેવું છે કે ફિલ્મના શૂટિંગ માટે આઉટડોર જવાથી રિફ્રેશ થઈ જવાય છે. તે હાલમાં હિમાચલ પ્રદેશમાં ‘ભૂત પોલીસ’નું શૂટિંગ કરી રહ્યો છે. ફિલ્મમાં તેની સાથે સૈફ અલી ખાન, જૅકલિન ફર્નાન્ડિસ અને યામી ગૌતમ છે. લૉકડાઉનને કારણે લોકોને ઘરમાં બંધ રહેવા માટે વિવશ થવું પડ્યું હતું. ત્યાર બાદ તે પોતે પણ કોરોના પૉઝિટિવ થયો હતો. એમાંથી સારો થયા બાદ તે ફરી શૂટિંગ કરી રહ્યો છે. આ વિશે અર્જુન કપૂરે કહ્યું હતું કે ‘ફિલ્મના શૂટિંગ માટે બહાર જવું ખરેખર રિફ્રેશિંગ લાગી રહ્યું છે. મહામારી બાદ જે લૉકડાઉન લાગુ થયું હતું એ ઇન્ડસ્ટ્રી માટે કપરો સમય હતો. મને એ વાતની ખુશી છે કે ઇન્ડસ્ટ્રીની ગાડી ધીરે-ધીરે પાટા પર ચડી રહી છે. સાથે જ કાળજીપૂર્વક શૂટિંગ શરૂ કરવામાં આવ્યું છે. કામ શરૂ કરવા માટે પૂરતી તૈયારીની સાથે જ સલામતીનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.’

પ્રોડક્શનની ટીમ જે પ્રકારે લોકોની સલામતીનું ધ્યાન રાખે છે એને લઈને અર્જુન કપૂરે કહ્યું હતું કે ‘મને એ વાતની ખુશી છે કે અમે બાયો-બબલને જાળવી રાખવામાં સફળ થયા છીએ, કારણ કે અમારે અલ-અલગ લોકેશન્સ પર શૂટિંગ માટે જવાનું હોય છે. સાથે જ જ્યારે આપણે પ્રવાસ કરીએ છીએ ત્યારે ઇન્ફેક્શનનું જોખમ વધુ હોય છે. સેટ પરના દરેકનું ખાસ ધ્યાન રાખવા માટે અમારા પ્રોડ્યુસર્સે ખૂબ જ સરસ કામગીરી કરી છે. શૂટિંગ સરળતાથી કરવાનું શ્રેય તેમને જાય છે. હું સાથે જ હિમાચલ પ્રદેશની સરકાર અને સ્થાનિક પ્રશાસનનો આભાર માનું છું કે તેમણે અમારા શૂટિંગને સહજ બનાવવામાં સહકાર આપ્યો છે.’

entertainment news bollywood bollywood news coronavirus himachal pradesh arjun kapoor