Panipat Box Office Collection Day 1: પહેલા દિવસે ફિલ્મે કરી આટલી કમાણી

07 December, 2019 12:30 PM IST  |  Mumbai Desk

Panipat Box Office Collection Day 1: પહેલા દિવસે ફિલ્મે કરી આટલી કમાણી

આશુતોષ ગોવારિકર દ્વારા નિર્દેષિત ફિલ્મ પાનીપત ગઈ કાલે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે. આ અર્જુન કપૂર, સંજય દત્ત અને ક્રિતી સેનનને મુખ્ય ભૂમિકામાં દર્શાવતી આ ફિલ્મની કમાણી પહેલા દિવસે ખૂબ જ ફીકી છે. ફિલ્મની રિલીઝ પહેલા અનુમાન લગાવવામાં આવ્યા હતા કે પાનીપતનું પહેલા દિવસનું કલેક્શન 9 કરોડની આસપાસ થઈ શકે છે પણ કલેક્શન જોઇને મેકર્સની આશા પર પાણી ફેરવાઈ ગયું છે.

6 ડિસેમ્બરના રિલીઝ થયેલી ફિલ્મ પાનીપતમાં બધા કલાકારોની સારી એક્ટિંગ જોવા મળી રહી છે. ફિલ્મે પહેલા દિવસે લગભગ 4 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મને 70 કરોડ રૂપિયાના મોટા બજેટ પર બનાવવામાં આવી છે એવામાં પહેલા દિવસે આશા હતી કે અડધી કમાણા થવાથી ફિલ્મના ટોટલ કલેક્શન પર પણ ખૂબ જ ખતરો છે.

પાનીપત ફિલ્મમાં અર્જુન કપૂર સદાશિવ રાવની ભૂમિકા ભજવી રહ્યો છે. આ ફિલ્મને પાનીપતના યુદ્ધની સ્ટોરીની આસપાસ બનાવવામાં આવી છે. ફિલ્મમાં એક્ટ્રેસ ક્રિતી સેનન સદાશિવરાવની પત્ની પાર્વતી દેવીના પાત્રમાં દેખાય છે. વાત કરીએ સંજય દત્તની તો સંજય આ ફિલ્મમાં એક નેગેટિવ પાત્ર ભજવી રહ્યો છે. અહમદ શાહ અબ્દાલીનું પાત્ર ભજવતો સંજય દત્તના પાત્રને પોઝિટિવ પાત્રોથી વધારે પસંદ કરવામાં આવી રહ્યો છે.

ફિલ્મની કમાણી પહેલા દિવસે ભલે ફક્ત 4 કરોડ રૂપિયાની હોય પણ સોશિયલ મીડિયામાં ફિલ્મને ઘણો સારો રિસ્પૉન્સ મળી રહ્યો છે. ફિલ્મમાં અર્જુન કપૂર અને ક્રિતી સેનનની એક્ટિંગના ખૂબ જ વખાણ થઈ રહ્યા છે. જણાવીએ કે પહેલી વાર છે જ્યારે અર્જુન કપૂર ઇતિહાસ પર આધારિત ફિલ્મમાં દેખાયા છે. ફિલ્મમાં તેનું ઇન્ટેન્સ લૂક પણ દર્શકોના વખાણ પામી રહ્યો છે.

આ પણ વાંચો : 'કુછ કુછ હોતા હૈ'ની આ એક્ટ્રેસ છે આટલી બોલ્ડ અને સેક્સી, જુઓ ફોટોઝ

ફિલ્મના બજેટને ધ્યાનમાં રાખવામાં આવે તો પહેલા દિવસનું કલેક્શન મેકર્સ માટે થોડું નિરાશાજનક થઈ શકે છે. પહેલા દિવસની આસા જ્યાં 9 કરોડના કલેક્શનની હતી 4 કરોડની કમાણીથી અંદાજો લગાવી શકાય છે કે વીકએન્ડમાં પણ ફિલ્મની કમાણીમાં કોઇ મોટો ઉછાળો જોવા નહીં મળી શકે. જોવાનું એ છે કે ફિલ્મ પોતાના ટોટલ બજેટની આસપાસ પહોંચી શકે છે કે નહીં.

arjun kapoor sanjay dutt kriti sanon