કૅન્સરગ્રસ્ત બાળકોની અરિજિત સિંહને અરજ: પ્લેબૅક સિન્ગિંગ ચાલુ રાખો

05 February, 2026 12:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અરિજિત સિંહે તાજેતરમાં જ ફિલ્મો માટેના પાર્શ્વગાયનમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

ગઈ કાલે વર્લ્ડ કૅન્સર ડે નિમિત્તે કલકત્તામાં યોજાયેલી એક ઇવેન્ટમાં કૅન્સરગ્રસ્ત ટીનેજરો અને બાળકોએ હાથમાં પ્લૅકાર્ડ લઈને અરિજિત સિંહને પ્લેબૅક સિન્ગિંગ ચાલુ રાખવાની વિનંતી કરી હતી. અરિજિત સિંહે તાજેતરમાં જ ફિલ્મો માટેના પાર્શ્વગાયનમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી, જેને પગલે તેના ફૅન્સને આંચકો લાગ્યો હતો. અરિજિતની આ જાહેરાત પછી આમિર ખાન તરત પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં આવેલા જિયાગંજમાં તેના ઘરે પહોંચ્યો હતો.

જોઈ લો દો દીવાને

ગઈ કાલે પોતાની ફિલ્મ ‘દો દીવાને સહર મેં’ના પ્રમોશન દરમ્યાન પોઝ આપતાં સિદ્ધાંત ચતુર્વેદી અને મૃણાલ ઠાકુર. આ ફિલ્મ ૨૦ ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે.

cancer arijit singh entertainment news bollywood bollywood news