27 January, 2026 10:17 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અરિજિત સિંહે પ્લેબેક સિંગિંગમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી (સૌજન્ય: મિડ-ડે)
જે અવાજને આખો દેશ પ્રેમ કરતો હતો, જેના ગીતો ક્યારેક તૂટેલા હૃદયને જોડતા હતા અને ક્યારેક પ્રેમને શબ્દો આપતા હતા, તે જ અવાજ અરિજિત સિંહે પ્લેબેક સિંગિંગમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. 2026 ના પહેલા મહિનામાં જ બોલિવૂડમાંથી આ ચોંકાવનારા સમાચાર આવ્યા છે. અરિજિતે સત્તાવાર રીતે પ્લેબેક સિંગર તરીકેની કારકિર્દીનો અંત લાવવાનો નિર્ણય લીધો છે, અને સોશિયલ મીડિયા પરની તેમની પોસ્ટથી ચાહકોમાં ખળભળાટ મચી ગયો છે. અરિજિત ભલે ફિલ્મ સંગીતમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો હોય, પરંતુ સંગીત સાથેનો તેમનો સંબંધ અતૂટ છે. તેમણે વધુમાં સ્પષ્ટતા કરી, "ભગવાન મારા પર ખૂબ દયાળુ રહ્યા છે. હું સારા સંગીતનો ચાહક છું અને નાના કલાકાર તરીકે શીખવા અને નવીનતા લાવવાનો પ્રયત્ન કરીશ. તમારા સમર્થન બદલ ફરીથી આભાર."
અરિજીત સિંહે ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટમાં પોતાની હૃદયસ્પર્શી લાગણીઓ વ્યક્ત કરી. તેમણે લખ્યું, "તમામને નમસ્તે, આપ સૌને નવા વર્ષની શુભકામનાઓ. વર્ષોથી ગાયક તરીકે તમે મને જે પ્રેમ આપ્યો છે તેના માટે હું આભારી છું. પરંતુ મેં નક્કી કર્યું છે કે હું કોઈ નવી અસાઈન્મેન્ટ નહીં લઉં કે પ્લેબેક ગાયક તરીકે કામ નહીં કરું. હું આ સફર અહીં સમાપ્ત કરી રહ્યો છું. તે ખરેખર એક અદ્ભુત અને પરિપૂર્ણ સફર રહી છે."
અરિજિત ભલે ફિલ્મ સંગીતમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો હોય, પરંતુ સંગીત સાથેનો તેમનો સંબંધ અતૂટ છે. તેમણે વધુમાં સ્પષ્ટતા કરી, "ભગવાન મારા પર ખૂબ દયાળુ રહ્યા છે. હું સારા સંગીતનો ચાહક છું અને નાના કલાકાર તરીકે શીખવા અને નવીનતા લાવવાનો પ્રયત્ન કરીશ. તમારા સમર્થન બદલ ફરીથી આભાર." આનો અર્થ એ છે કે અરિજિત હવે સ્વતંત્ર સંગીત અથવા પોતાના પ્રોજેક્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરશે.
જ્યારે તેમને તાજેતરમાં રિલીઝ થયેલી "બેટલ ઓફ ગલવાન" ના "માતૃભૂમિ" ગીત વિશે પૂછવામાં આવ્યું કે શું તે તેમનું છેલ્લું ગીત હશે, ત્યારે તેમણે જવાબ આપ્યો, "મારા કેટલાક જૂના કોન્ટ્રેક્ટસ હજી બાકી છે, અને હું તેમને પૂર્ણ કરીશ. તેથી, મારા કેટલાક ગીતો ચોક્કસપણે આ વર્ષે રિલીઝ થશે. હું સંગીત બનાવવાનું બંધ કરીશ નહીં, તે ચોક્કસ છે."
છેલ્લા 15 વર્ષોમાં, અરિજિત સિંહે બોલીવુડમાં સેંકડો સુપરહિટ ગીતો આપ્યા છે. "તુમ હી હો" થી શરૂ કરીને, અરિજિતનો જાદુ હવે દરેક ભારતીયની પ્લેલિસ્ટનો ભાગ છે. તેમની નિવૃત્તિના સમાચારે સોશિયલ મીડિયા પર ચાહકોને ભાવુક કરી દીધા છે. કેટલાકે લખ્યું, "એક યુગનો અંત આવ્યો છે," જ્યારે અન્ય લોકોએ કહ્યું, "અમે તમને યાદ કરીશું," અને "અરિજિત સિંહ" હેશટેગ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યો છે.