અરબાઝે જોગેશ્વરીમાં ખરીદ્યો ૨.૭૮ કરોડ રૂપિયાનો અપાર્ટમેન્ટ

23 February, 2026 12:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રૉપર્ટી રજિસ્ટ્રેશન દસ્તાવેજો અનુસાર આ ડીલ ૧૭ ફેબ્રુઆરીએ કરવામાં આવી હતી

અરબાઝ ખાન

સલમાન ખાનના ભાઈ અને ફિલ્મમેકર અરબાઝ ખાને જોગેશ્વરી-વેસ્ટમાં લિન્ક રોડ પર આવેલા ઑટોગ્રાફ રેસિડન્સી પ્રોજેક્ટમાં ૨.૭૮ કરોડ રૂપિયાનો અપાર્ટમેન્ટ ખરીદ્યો છે. આ અપાર્ટમેન્ટ સત્તાવીસમા માળ પર છે અને એનો કાર્પેટ એરિયા ૧૨૪૩ સ્ક્વેર ફુટ છે. પ્રૉપર્ટી રજિસ્ટ્રેશન દસ્તાવેજો અનુસાર આ ડીલ ૧૭ ફેબ્રુઆરીએ કરવામાં આવી હતી. આ ડીલ માટે અરબાઝે સ્ટૅમ્પ ડ્યુટી તરીકે ૧૬ લાખ રૂપિયા અને રજિસ્ટ્રેશન ફી તરીકે ૩૦,૦૦૦ રૂપિયાની ચુકવણી કરી છે. આ પ્રોજેક્ટ હાલમાં બાંધકામ હેઠળ છે અને ૨૦૩૦ના ડિસેમ્બર સુધીમાં પઝેશન મળવાની અપેક્ષા છે.  

arbaaz khan real estate jogeshwari entertainment news bollywood bollywood news