મનોરંજન જગતમાં બે દિગ્ગજોની ભાગીદારી

29 January, 2025 09:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અપ્લૉઝ એન્ટરટેઇનમેન્ટ અને કબીર ખાન સાથે મળીને બનાવશે બે ફિલ્મ

કબીર ખાન અને સમીર નાયર

અપ્લૉઝ એન્ટરટેઇનમેન્ટ અને કબીર ખાન ફિલ્મ્સે હવે સાથે મળીને બે ફિલ્મો બનાવવાનું પ્લાનિંગ કર્યું છે. અપ્લૉઝ એન્ટરટેઇનમેન્ટ ભારતના લીડિંગ કન્ટેન્ટ સ્ટુડિયોમાંથી એક છે જેણે ‘બ્લૅક વૉરન્ટ’, ‘સ્કૅમ’, ‘ક્રિમિનલ જસ્ટિસ’, ‘તનાવ’ અને ‘અનદેખી’ જેવા સફળ શો બનાવ્યા છે. હવે એણે બૉલીવુડના જાણીતા ફિલ્મમેકર કબીર ખાન સાથે ભાગીદારી કરી છે. હવે આ બે દિગ્ગજ ભેગા મળીને બે ધમાકેદાર સ્ટોરી પરથી ફિલ્મ કો-પ્રોડ્યુસ કરશે. કબીર ખાન પણ ‘એક થા ટાઇગર’, ‘બજરંગી ભાઈજાન’, ‘83’ અને ‘ચંદુ ચૅમ્પિયન’ જેવી બ્લૉકબસ્ટર ફિલ્મોથી દર્શકોનાં દિલ જીતી ચૂક્યો છે.

આ જોડાણ વિશે વાત કરતાં અપ્લૉઝ એન્ટરટેઇનમેન્ટના મૅનેજિંગ ડિરેક્ટર સમીર નાયરે કહ્યું હતું કે ‘કબીર સાથેની અમારી ભાગીદારીના મૂળમાં અમારા બન્નેનો સ્ટોરી-ટેલિંગ પ્રત્યેનો પ્રેમ છે. અમે કબીર સાથે આવનારા એક્સાઇટિંગ સમયની રાહ જોઈ રહ્યા છીએ.’

bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news kabir khan