ઝુંડની રિલીઝ સામે કોર્ટમાં અપીલ

26 May, 2020 09:36 PM IST  |  Mumbai Desk | Agencies

ઝુંડની રિલીઝ સામે કોર્ટમાં અપીલ

ઝુંડ

અમિતાભ બચ્ચનની ‘ઝુંડ’ની રિલીઝને અટકાવવા હૈદરાબાદના એક ફિલ્મમેકરે કોર્ટમાં અપીલ કરી છે. આ ફિલ્મ ૨૮ મે એ રિલીઝ થવાની છે. તેલંગણાના નન્દી ચિન્ની કુમારનો દાવો છે કે આ ફિલ્મમાં વિજય બરસેના જીવન પર પ્રકાશ પાડવામાં આવ્યો છે જે ‘સ્લમ સૉકર ફાઉન્ડેશન’નો સંસ્થાપક છે. જોકે અખિલેશ પૉલ જે ગૅન્ગસ્ટરમાંથી સ્લમ સૉકર પ્લેયર બને છે તેને આ ફિલ્મમાં ન દેખાડવામાં આવે તો ફિલ્મ અધૂરી ગણાય. એથી તેમણે અખિલેશ પૉલની સ્ટોરીને દેખાડવાના રાઇટ્સ ખરીદી લીધા છે. જોકે અખિલેશ હવે એમ કહે છે કે તેણે ડૉક્યુમેન્ટરી માટે રાઇટ્સ વેચ્યા છે. એ વિશે ફિલ્મના પ્રોડ્યુસર નાગરાજ મંજુલેને જણાવવામાં આવતાં તેમણે અખિલેશ પાસેથી રાઇટ્સ ખરીદ્યા હોવાનું કહી રહ્યા છે. આ વાતને ધ્યાનમાં રાખતાં નન્દી ચિન્ની કુમારે આ ફિલ્મને થિયેટર્સ અને ડિજિટલ પ્લૅટફૉર્મ પર રિલીઝ થતી અટકાવવાની કોર્ટમાં અરજી દાખલ કરી છે. જોકે ફિલ્મમેકર્સે પણ કોર્ટમાં અપીલ કરી છે કે ફિલ્મની રિલીઝ પર સ્ટે ન મૂકવામાં આવે.

bollywood bollywood news bollywood gossips amitabh bachchan