આયુષ્માન સાથે કામ કરવા માટે સારી સ્ક્રિપ્ટ શોધી રહ્યો છે અપારશક્તિ

24 December, 2020 04:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આયુષ્માન સાથે કામ કરવા માટે સારી સ્ક્રિપ્ટ શોધી રહ્યો છે અપારશક્તિ

અપારશક્તિ ખુરાના કહે  છે કે તેના ભાઈ આયુષ્માન ખુરાના સાથે કામ કરવા માટે બે-ત્રણ વર્ષથી તે સારી સ્ક્રિપ્ટ શોધી રહ્યો છે. અપારશક્તિએ અનેક ફિલ્મોમાં પોતાના પર્ફોર્મન્સથી લોકોને આકર્ષિત કર્યા છે. ભાઈ સાથે કામ કરવા વિશે અપારશક્તિએ કહ્યું હતું કે ‘અમે છેલ્લાં બે-ત્રણ વર્ષથી એવી સ્ક્રિપ્ટ શોધી રહ્યા છીએ જેમાં ભાઈઓનાં પાત્રને ન્યાય આપી શકાય. જે પ્રકારની સ્પેસ, ફિલ્મમેકિંગ, અમારો ઉછેર, પર્સનલ, પ્રોફેશનલ અને ક્રીએટિવ વાતાવરણમાંથી અમે આવ્યા છીએ એને જોતાં એક પણ એવી સ્ક્રિપ્ટ અમને નથી મળી કે અમે સાથે કામ કરી શકીએ. અમે થોડા નરેશન્સ સાંભળ્યાં છે, પરંતુ એ ઠીક નથી લાગ્યાં. તે તો પોતાના પ્રોફેશનમાં ખૂબ સારું કરી રહ્યો છે. મારી કરીઅરનો ગ્રાફ પણ આગળ વધી રહ્યો છે. સાથે કામ કરવાની તક મળે તો અમારા માટે તો એ સ્પેશ્યલ રહેશે. 15-20 વર્ષ બાદ અમે એકબીજાને ગળે મળીને કહી શકીશું કે પહેલી ફિલ્મ અમારી એ હતી.’

entertainment news bollywood bollywood news ayushmann khurrana aparshakti khurana