હેલ્મેટ નક્કી કરશે કે મારે લીડ રોલ કરવા કે નહીં : અપારશક્તિ

01 February, 2020 12:07 PM IST  |  Mumbai

હેલ્મેટ નક્કી કરશે કે મારે લીડ રોલ કરવા કે નહીં : અપારશક્તિ

અપારશક્તિ ખુરાના

અપારશક્તિ ખુરાનાએ જણાવ્યું હતું કે તેની આગામી ફિલ્મ ‘હેલ્મેટ’ નક્કી કરશે કે તેણે ભવિષ્યમાં લીડ રોલ ભજવવા જોઈએ કે નહીં. આ ફિલ્મમાં તેની સાથે પ્રનૂતન બહલ પણ જોવા મળશે. તેનું એમ પણ માનવું છે કે લોકોની પ્રતિક્રિયા ખૂબ અગત્યની છે. અપારશક્તિએ કહ્યું હતું કે ‘મારું માનવું છે કે ફૅમિલી, કલીગ્સ અને દર્શકોની શુભેચ્છાઓને કારણે આ બધું શક્ય બન્યું છે. જો ‘હેલ્મેટ’ લોકોને જોડવામાં સફળ થશે તો લોકો એમ વિચારશે કે મારે લીડ રોલ્સ ભવિષ્યમાં ભજવવા જોઈએ કે નહીં. જો એ લોકો સાથે કનેક્ટ નહીં થાય તો લોકો એમ કહેશે કે લીડ રોલ ભજવવા માટે મેં ખૂબ ઉતાવળ કરી છે. મારે બે-ત્રણ ફિલ્મોમાં સપોર્ટિંગ રોલ્સ જ ભજવવા જોઈએ એમ પણ લોકો કહેશે. એથી આ બધું સ્થિતિ પ્રમાણે બન્યું છે. ‘હેલ્મેટ’નું શૂટિંગ કરતી વખતે ખૂબ મજા આવી હતી. મેં જે પણ જોયું અને સાંભળ્યું હતું એ બધું ખૂબ અદ્ભુત રહેવાનું છે.’

bollywood news entertaintment