NH10 ફિલ્મની પાંચમી ઍનિવર્સરી દરમ્યાન અનુષ્કાએ કહ્યું...

13 March, 2020 01:18 PM IST  |  Mumbai Desk | Harsh Desai

NH10 ફિલ્મની પાંચમી ઍનિવર્સરી દરમ્યાન અનુષ્કાએ કહ્યું...

anushka who became the first a-list producer through nh10 said during the films fifth anniversary

હર્ષ દેસાઈ
મુંબઈ : આજે બૉલીવુડમાં જે પણ હિરોઇન દ્વારા કન્ટેન્ટ પ્રોડ્યુસ કરવામાં આવી રહ્યાં છે એની અનુષ્કા શર્માને ખુશી છે. ૨૫ વર્ષની ઉંમરે અનુષ્કા શર્માએ તેના ‘ક્લીન સ્લેટ ફિલ્મ્સ’ પ્રોડક્શન-હાઉસ દ્વારા ‘NH10’ પ્રોડ્યુસ કરી હતી. આ ફિલ્મમાં અનુષ્કાએ કામ કર્યું હતું અને એને પાથ-બ્રેકિંગ ફિલ્મ તરીકે ઓળખવામાં આવી હતી. નાની ઉંમરમાં તે આ ફિલ્મ દ્વારા પ્રોડ્યુસર બનનારી એ-લિસ્ટની પહેલી હિરોઇન બની હતી. તે તેના પ્રોડક્શન-હાઉસ દ્વારા નવા-નવા કન્ટેન્ટને પ્રોડ્યુસ કરવાનું પસંદ કરે છે. આ પ્રોડક્શન-હાઉસની ડોર તેનો ભાઈ કર્નેશ શર્મા સંભાળે છે. ‘NH10’ સાથે અનુષ્કાએ ફ્રેન્ડ્લી ઘોસ્ટવાળી ફિલ્મ ‘ફિલ્લૌરી’ અને હૉરર ફિલ્મ ‘પરી’ પણ પ્રોડ્યુસ કરવાની સાથે એમાં કામ પણ કર્યું હતું. ‘NH10’ ૨૦૧૫ની ૧૩ માર્ચે રિલીઝ થઈ હતી. આ ફિલ્મની પાંચમી ઍનિવર્સરી અને પ્રોડ્યુસર બનવા વિશે અનુષ્કાએ કહ્યું હતું કે ‘મેં ‘NH10’ને પ્રોડ્યુસ કરવાનો નિર્ણય અચાનક જ લીધો હતો. આ ફિલ્મ દ્વારા મને અંદરથી થયું હતું કે હું મારા દર્શકોને કંઈક નવું અને એન્ટરટેઇનિંગ પીરસી રહી છું. તેમણે અગાઉ ક્યારેય ન જોયું હોય એવી ફિલ્મ મારે તેમને આપવી હતી અને મને ખાતરી હતી કે આ ફિલ્મ દ્વારા અમે સિનેમાને એક કદમ આગળ લઈ જઈશું.’
અનુષ્કાએ ૨૦૧૭ની ૧૧ ડિસેમ્બરે વિરાટ કોહલી સાથે ઇટલીમાં લગ્ન કર્યાં હતાં. હંમેશાં સારી સ્ક્રિપ્ટની શોધ વિશે અનુષ્કાએ કહ્યું હતું કે ‘એક ઍક્ટર તરીકે મેં હંમેશાં મારી કરીઅરમાં દર્શકો માટે સારી ફિલ્મો લઈ આવવાનો આગ્રહ રાખ્યો છે. ‘NH10’ જ્યારે મારી પાસે આવી ત્યારે મને અહેસાસ થઈ ગયો હતો કે પ્રોડ્યુસર તરીકે દર્શકોને સારું કન્ટેન્ટ આપવાનો આ સારો ચાન્સ છે. હું ૨૫ વર્ષની હતી મને ખબર નહોતી કે ફિલ્મ કેવી રીતે પ્રોડ્યુસ કરવામાં આવે છે. મને ખબર નહોતી કે હું કેવી ટેરેટરીમાં જઈ રહી છું, પરંતુ મને અને મારા ભાઈને એક વાતની ખાતરી હતી કે અમારે સિનેમામાં કોઈ નથી બનાવી રહ્યું એવી ફિલ્મ બનાવવી છે. મારે નૉન-મેઇનસ્ટ્રીમ ફિલ્મોને મેઇનસ્ટ્રીમ ફિલ્મ બનાવવી હતી. આજે ઇન્ડિયામાં જે પ્રકારનાં કન્ટેન્ટ પ્રોડ્યુસ કરવામાં આવી રહ્યાં છે એ જોઈને હું મારા નિર્ણયથી ખુશ છું.’
પ્રોડ્યુસર બનવા માટે ઇન્ડસ્ટ્રીમાં તેને ના પાડવામાં આવી હતી એ વિશે અનુષ્કાએ કહ્યું હતું કે ‘મને પ્રૅક્ટિકલી દરેક વ્યક્તિ દ્વારા કહેવામાં આવ્યું હતું કે મારે પ્રોડક્શનમાં ન પડવું જોઈએ. તેમણે મને સલાહ આપી હતી કે મારે મારી કરીઅર પર ફોકસ કરવું જોઈએ અને પ્રોડક્શન જેવા ડિસ્ટ્રેક્શનથી દૂર રહેવું જોઈએ. હું પહેલેથી જ એક સિક્યૉર ઍક્ટર હતી અને એથી જ મને આવી કમેન્ટની કોઈ અસર નહોતી થતી. જોકે આવી કમેન્ટને કારણે હું વધુ સ્ટ્રૉન્ગ બની હતી. આ સફળતાનું શ્રેય અમે દર્શકોને આપીએ છીએ જેમણે આવું કન્ટેન્ટ પસંદ કર્યું.’
અનુષ્કા બાદ પ્રિયંકા ચોપડા જોનસ પ્રોડ્યુસર બની હતી. તેણે ઘણી રીજનલ ફિલ્મો પ્રોડ્યુસ કરી હતી, જેમાંની ‘વ્હેન્ટિલેટર’ને નૅશનલ અવૉર્ડ પણ મળ્યો હતો. ત્યાર બાદ દીપિકા પાદુકોણ પણ ‘છપાક’ દ્વારા પ્રોડ્યુસર બની છે. કંગના રનોટ પણ હવે પ્રોડ્યુસર બની ગઈ છે. બૉલીવુડની આ હિરોઇનનું કામ જોઈને અનુષ્કાએ કહ્યું હતું કે ‘અમારી ક્લીન સ્લેટ ફિલ્મ્સ દ્વારા અમે જે સિદ્ધિ મેળવી છે એની અમને ખુશી છે. કર્નેશ અને મેં જે ફિલ્મો બનાવી છે એના પર અમને ગર્વ છે અને અમારી આગામી ફિલ્મોની જાહેરાત માટે હું તલપાપડ થઈ રહી છું. આજે ઘણી હિરોઇન દ્વારા જે પ્રકારનું કન્ટેન્ટ પ્રોડ્યુસ કરવામાં આવી રહ્યું છે એની મને ખુશી છે. મને લાગે છે કે આપણે બધાએ સાથે મળીને ઇન્ડિયન સિનેમામાં ચેન્જ લાવવાની જરૂર છે. આપણે એને માટે યોગ્ય રસ્તા પર જઈ રહ્યા છીએ.’

harsh desai bollywood events bollywood bollywood news bollywood gossips anushka sharma