મહાકાલની મુલાકાત લીધી અનુષ્કા-વિરાટે

05 March, 2023 01:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેની મંદિરની આ મુલાકાતના ફોટો અને વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા છે

મહાકાલની મુલાકાત લીધી અનુષ્કા-વિરાટે

અનુષ્કા શર્મા હાલમાં તેના પતિ વિરાટ કોહલી સાથે ઉજ્જૈનમાં મહાકાલેશ્વર મંદિરમાં શિવજીનાં દર્શન કરવા ગઈ હતી. તેની મંદિરની આ મુલાકાતના ફોટો અને વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા છે. તેમણે મંદિરના પૂજારીઓ સાથે પણ વાતચીત કરી હતી. અનુષ્કાએ લાઇટ ​પિન્ક સાડી પહેરી હતી. અનુષ્કા અને વિરાટે ૨૦૧૭માં ઇટલીમાં લગ્ન કર્યાં હતાં. તેમને ૨૦૨૧માં દીકરી જન્મી હતી જેનું નામ વામિકા રાખ્યું છે. અનુષ્કા હાલમાં ઝુલન ગોસ્વામીની બાયોપિક ‘ચકડા એક્સપ્રેસ’માં તે કામ કરી રહી છે.

વિરાટ-અનુષ્કાનાં વખાણ કર્યાં કંગનાએ

કંગના રનોટે હાલમાં અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીનાં વખાણ કરતાં તેમને પાવર કપલ કહ્યાં છે. અનુષ્કા અને વિરાટ મહાકાલેશ્વરનાં દર્શને ગયાં હતાં. તેમના ઘણા વિડિયો અને ફોટો વાઇરલ થયા છે. આ વિડિયો ગઈ કાલે ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કંગનાએ કૅપ્શન આપી હતી, ‘આ પાવર કપલ ખૂબ સારું ઉદાહરણ સ્થાપિત કરી રહ્યાં છે. તેમને મહાકાલના આશીર્વાદ તો મળી જ રહ્યા છે, પરંતુ તેઓ સાથોસાથ ધર્મ અને સિવિલાઇઝેશનને પણ મહત્ત્વ આપી રહ્યાં છે. આ સાથે જ તેમની મુલાકાત આ મંદિર અથવા તો સ્ટેટના ટૂરિઝમ પર પણ અસર કરશે, ભલે એ ઓછી માત્રામાં હોય, પરંતુ લોકો એનાથી પ્રેરિત જરૂર થશે અને દેશની ઇકૉનૉમીને મદદ પણ મળશે.’

entertainment news bollywood news virat kohli anushka sharma kangana ranaut