Anushka Sharma એ શૅર કરી બાળપણની તસવીર, વિરાટ કોહલીએ કરી આ કોમેન્ટ

13 September, 2019 04:21 PM IST  |  મુંબઈ ડેસ્ક

Anushka Sharma એ શૅર કરી બાળપણની તસવીર, વિરાટ કોહલીએ કરી આ કોમેન્ટ

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા (Anushka Sharma) લગભગ પોતાની તસવીરોને કારણે સોશિયલ મીડિયા પર ટ્રોલ થતી હોય છે. પણ તેણે તાજેતરમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એવી તસવીર પોસ્ટ કરી છે જેને જોઇને તમને તેની સાથે પ્રેમ થઈ જશે. આ તસવીરોમાં અભિનેત્રી એટલી બધી ક્યૂટ લાગે છે કે તેને એકવાર જોઇને તમારું મન નહીં ભરાય, હકીકતે, અનુષ્કા શર્માએ પોતાના બાળપણની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી છે.

અભિનેત્રીએ બેક-ટૂ-બેક 3 તસવીરો શૅર કરી છે અને દરેક તસવીરમાં તે ખૂબ જ ક્યૂટ દેખાય છે. પહેલી તસવીરમાં તે પલંગ પર બેસીને કંઇક ખાઇ રહી છે. આ તસવીરમાં અનુષ્કા ખૂબ જ મસ્તીખોર નજરે કેમેરા તરફ જોઇ રહી છે. બીજી તસવીરમાં તે જોર જોરથી હસતી દેખાય છે. તો ત્રીજી તસવીરમાં તે ચૂપચાપ બેછી છે અને કોઇક વસ્તુને ખૂબ જ ધ્યાનથી જોઇ રહી છે. ત્રણે તસવીરોમાં અનુષ્કા ખૂબ જ ક્યૂટ દેખાય છે.

અભિનેત્રીની એક તસવીર પર પતિ વિરાટ કોહલી (Virat Kohli) એ કોમેન્ટ પણ કરી છે. વિરાટે પત્નીની એક તસવીર પર ઘણા બધાં દિલના ઇમોજી બનાવીને પ્રેમ વ્યક્ત કર્યો છે. તો આયુષ્માન ખુરાના અને ઝરીન ખાને પણ અનુષ્કાની તસવીરોને ક્યૂટ કહી છે.

આ પણ વાંચો : Mitra Gadhvi: છેલ્લો દિવસ ફેમ આ અભિનેતાને કરવી છે પડકારજનક ભૂમિકાઓ

આ પહેલા અનુષ્કાએ ઇન્સ્ટાગ્રામ પર બિકિનીમાં પોતાની કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી. તે તસવીરોમાં અભિનેત્રી સમુદ્ર કિનારે મસ્તી કરતી દેખાય છે. અભિનેત્રીએ ત્રણ તસવીરો શૅર કરી હતી જેમાં તે ફુલ ઓન મસ્તીના મૂડમાં દેખાતી હતી.

તસવીર શૅર કરતાં તેણે લખ્યું કે, વૉટર બેબી.

આ પહેલા અનુષ્કા શર્માએ પતિ વિરાટ કોહલી સાથેની સેલ્ફી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી જે ખૂબ જ વાયરલ થઈ હતી.

આ તસવીરમાં વિરાટ કોહલી શર્ટલેસ અવતારમાં જોવા મળ્યો જ્યારે અનુષ્કા બિકિનીમાં હતી.

bollywood bollywood events bollywood gossips bollywood news anushka sharma virat kohli sports news