બાળપણના ઘરની મુલાકાત લીધી અનુષ્કાએ

08 March, 2023 02:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તે તેના પતિ વિરાટ કોહલી સાથે હાલમાં જ ઉજ્જૈન ગઈ હતી

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્માએ હાલમાં જ તેના મધ્ય પ્રદેશના બાળપણના ઘરની મુલાકાત લીધી છે. તે તેના પતિ વિરાટ કોહલી સાથે હાલમાં જ ઉજ્જૈન ગઈ હતી. ત્યાર બાદ તે તેના બાળપણના ઘરની મુલાકાતે ગઈ હતી. તેના પિતા રિટાયર્ડ કર્નલ અજય કુમાર શર્માનું પોસ્ટિંગ મધ્ય પ્રદેશના મ્હાઉમાં થઈ હતી. ત્યાં તેમને સરકારી ઘર આપ્યું હતું. તેણે આ ઘરનો એક વિડિયો શૅર કર્યો હતો. આ વિડિયો શૅર કરીને અનુષ્કાએ કૅપ્શન આપી હતી કે ‘મેં હાલમાં મધ્ય પ્રદેશના મ્હાઉની મુલાકાત લીધી હતી. આ એ જગ્યા છે જ્યાં બાળપણમાં પહેલી વાર હું સ્વિમિંગ કરતાં શીખી હતી. આ એ જ જગ્યા છે જ્યાં મારા ભાઈએ મને ઉલ્લુ બનાવીને મારા જન્મદિવસે મારા પેરન્ટ્સ પાસે મારી પાસે વિડિયો ગેમની ડિમાન્ડ કરાવી હતી, જેના પર તે જ રમતો હતો. આ એ જ જગ્યા છે જ્યાં મેં મારા પપ્પા સાથે પહેલી વાર સ્કૂટરની રાઇડ કરી હતી. આ જગ્યા માટે મારા દિલમાં ખાસ જગ્યા છે.’

entertainment news anushka sharma ujjain bollywood news bollywood gossips bollywood