02 May, 2024 05:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની તસવીર
અનુષ્કા શર્મા ગઈ કાલે ૩૬ વર્ષની થઈ હોવાથી પતિ વિરાટ કોહલી થોડો રોમૅન્ટિક મૂડમાં જોવા મળ્યો હતો. તેમણે ૨૦૧૭માં લગ્ન કર્યાં હતાં. ૨૦૨૧ની ૧૧ જાન્યુઆરીએ વામિકાનો જન્મ થયો હતો અને ૨૦૨૪ની ૧૫ ફેબ્રુઆરીએ અનુષ્કાએ દીકરા અકાયને જન્મ આપ્યો હતો. વિરાટે ઇન્સ્ટાગ્રામ પર અનુષ્કાના ઘણા ફોટો શૅર કરીને કેપ્શન આપી હતી કે ‘જો તું મને ન મળી હોત તો મારું શું થયું હોત એ હું વિચારી પણ નથી શકતો. હૅપી બર્થ-ડે માય લવ. અમારી દુનિયામાં તારું સ્થાન ખૂબ જ મહત્ત્વ છે. અમે તને ખૂબ જ પ્રેમ કરીએ છીએ.’