Anusha Dandekar: મારી સાથે દગો થયો અને જુઠાણાં પણ કહેવાયા! બ્રેકઅપ?

03 January, 2021 12:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Anusha Dandekar: મારી સાથે દગો થયો અને જુઠાણાં પણ કહેવાયા! બ્રેકઅપ?

અનુષા દાંડેકર

ટીવી પર્સિનલિટી અનુષા દાંડેકરે (Anusha Dandekar) આખરે તમારા બ્રેકઅપ અંગે પોતાનું મૌન તોડ્યું છે. સોશ્યલ મીડિયા પોસ્ટ પ્રમાણે બૉયફ્રેન્ડ કરણ કુંદ્રા (Karan Kundra) સાથે તેનું બ્રેક અપ થઇ ગયું છે. તેમના બ્રેકઅપના સમાચાર એપ્રિલ 2020 ચર્ચામાં રહ્યા છે પણ હવે અનુષાએ સ્પષ્ટતા કરી છે કે તેઓ હવે સાથે નથી. 

અનુષાએ એક લાંબી પોસ્ટ કરીને પોતાના બ્રેકઅપ અંગે પોતાની લાગણીઓ વ્યક્ત કરી છે. તેણે કહ્યું છે કે બ્રેકઅપનું કારણ છે કે મારી સાથે દગો થયો છે અને આ ઉપરાંત બીજા કારણો પણ છે. તેણો પોતાની પોસ્ટમાં લખ્યું છે, “આ જ સત્ય છે, વર્ષ પૂરું થાય તે પહેલાં હું આ વિશે જણાવું છું. હા, હું ‘લવ સ્કૂલ’ શો કરતી હતી હા, હું એક લવ પ્રોફેસર પણ બની. મેં જે શૅર કર્યું અને કપલ્સને સલાહ આપી એ પુરી ઇમાનદારીથી આપી હતી. હું પ્રેમ પણ શિદ્દતથી, દિલ દઇને કરું છું અને જ્યાં સુધી તેમાં કંઇ બચે નહીં ત્યાં સુધી પ્રેમ કરતી રહું છું. હું પ્રયત્ન અને લડાઇ ચાલું રાખતી હોઉં છું, પણ હું માણસ છું, હા મેં આત્મસન્માન પણ ખોયું અને જાતને પણ ખોઇ દીધી. મારી સાથે દગો થયો, જુઠું બોલવામાં આવ્યું. મેં તો માફીની રાહ પણ જોઇ જે આજ સુધી નથી મળી, હું જાતને માફ કરીને આગળ વધી રહી છું અને બધી બાબતોને હકારાત્મકતાથી જોઇશ."

આગળ તેણે લખ્યું છે કે તમે બધા લોકોએ ખુલેઆમ પ્રેમ કરતા જોઇએ છે, હવે જ્યાં સુધી મને કોઇ બીજા સાથે પ્રેમ નથી થતો ત્યાં સુધી તમે મને જાતને પ્રેમ કરતાં જોશો, પ્રેમ તમારી પાસે અનેક રીતે આવે છે, બસ તેને એ રીતે ન ભોગવો કે તમે પોતે જ ખોવાઇ જાવ.પ્રેમને માન, ઇમાનદારી અને સત્ય સુધી જ રાખો. આ હું પણ ડિઝર્વ કરું છું અને તમે પણ. સૌથી જરૂરી ચીજ છે સમજવું કારણકે આપણે પ્રેમને એ રીતે અપનાવીએ છીએ જે રીતે આપણે આપણી જાતને લાયક સમજતા હોઇએ."

અનુષાએ ઉમેર્યું કે"તમે મારી એ ટીમને જે રીતે પ્રેમ કરો છો એ જ રીતે મને ચાહવા બદલ તમારો આભાર, અને હવે મારી લવસ્ટોરી મારી જાત સાથે શરૂ થશે."

કરણ કુંદ્રા અને અનુષા ચાર વર્ષથી રિલેશનશીપમાં હતા અને તેઓ સાથે મળીને લવ સ્કૂલ નામનો શો પણ હોસ્ટ કરતા હતા જેમાં તેઓ પોતાના સંબંધ અંગે ખૂલીને વાત કરતા હતા. 

entertainment news anusha dandekar bollywood news karan kundra