અનુરાગ કશ્યપની દીકરી આલિયાને મળી રહી છે બળાત્કારની ધમકી

28 February, 2021 03:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અનુરાગ કશ્યપની દીકરી આલિયાને મળી રહી છે બળાત્કારની ધમકી

આલિયા

અનુરાગ કશ્પયની દીકરી આલિયાને સોશ્યલ મીડિયા પર બળાત્કારની ધમકી મળી રહી છે. તેણે થોડા સમય પહેલાં અન્ડરગાર્મેન્ટ્સની એક કંપની માટે ફોટો-શૂટ કર્યું હતું. આ ફોટો-શૂટ બાદ તેને ખૂબ ગંદી કમેન્ટ્સ અને બળાત્કારની ધમકી મળી રહી છે. આ વિશે એક સ્ટેટમેન્ટ તેણે શૅર કર્યું હતું. સ્ટેટમેન્ટમાં આલિયાએ લખ્યું હતું, ‘છેલ્લાં થોડાં અઠવાડિયાં મારી મેન્ટલ હેલ્થ માટે ખૂબ જ કપરાં રહ્યાં છે. મેં જ્યારથી અન્ડરગાર્મેન્ટ્સમાં મારો ફોટો શૅર કર્યો છે ત્યારથી મારા માટે ખૂબ ગંદી-ગંદી અને વાહિયાત કમેન્ટ્સ કરવામાં આવી રહી છે. છેલ્લાં થોડાં અઠવાડિયાંમાં મને જેટલો ડર લાગ્યો છે એટલો મને લાઇફમાં ક્યારેય નથી લાગ્યો. મેં મારું ઇન્સ્ટાગ્રામ-અકાઉન્ટ પણ ડિલીટ કરવાનું વિચાર્યું હતું. આ હૅરૅસમેન્ટને મેં ઇગ્નોર કરવાનું નક્કી કર્યું હતું, પરંતુ સત્ય એ છે કે આપણે એ વિશે અવાજ ઉઠાવવો જોઈએ, કારણ કે આ પ્રકારની કમેન્ટને કારણે રેપ-કલ્ચરને વેગ મળે છે અને એનાથી ઇન્ડિયા અને દુનિયાભરની મહિલાઓએ કોઈ ને કોઈ રીતે સહન કરવું પડે છે. આપણો દેશ એવો છે જ્યાં કોઈ મહિલાને કે યુવતીને સેક્સ્યુઅલી હૅરૅસ કરવામાં આવે તો આપણે કૅન્ડલ માર્ચ કરીએ છીએ, પરંતુ એ મહિલા કે યુવતી જીવતી હોય ત્યારે આપણે તેની મદદ નથી કરતા. સત્ય એ છે કે ભારતમાં મહિલા આ બધું સહન કરતી-કરતી મોટી થાય છે. આ પ્રકારની કમેન્ટ સાથે હું પણ મોટી થઈ છું તેમ જ હું પણ જ્યારે નાની હતી ત્યારે મિડલ એજ પુરુષે મારી છેડતી કરી હતી. આપણી આસપાસ આવા ઘણા ડબલ સ્ટાન્ડર્ડ લોકો રહે છે. તેઓ એવું દેખાડે છે કે તેઓ ખૂબ સારા છે અને આવી વાતોનો વિરોધ કરે છે, પરંતુ રિયલિટીમાં તેઓ જ રેપ-કલ્ચરને પ્રોત્સાહન આપે છે.’

entertainment news bollywood bollywood news anurag kashyap