HBD અનુરાગ કશ્યપ: દીકરી આલિયાએ શૅર કરી ઈમોશનલ પોસ્ટ, જુઓ તસવીરો

10 September, 2020 07:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

HBD અનુરાગ કશ્યપ: દીકરી આલિયાએ શૅર કરી ઈમોશનલ પોસ્ટ, જુઓ તસવીરો

તસવીર સૌજન્ય: સોશ્યલ મીડિયા

ફિલ્મમેકર અનુરાગ કશ્યપ (Anurag Kashpay)નો આજે 48મો જન્મદિવસ છે. ત્યારે ફિલ્મમેકરની દીકરી આલિયા કશ્યપ (Aaliya Kashyap)એ સોશ્યલ મીડિયા દ્વારા પિતાને ખાસ રીતે વિશ કરી છે. જે જોઈને ચોકક્સ ઈમોશનલ થઈ જવાય.

અનુરાગ કશ્યપની દીકરી આલિયા કશ્યપે સોશ્યલ મીડિયા પર પિતા સાથેની બે તસવીરો શૅર કરી છે. એક તસવીરમાં વીડિયો કૉલનો સ્ક્રિનશોટ શૅર કર્યો છે અને તેમાં લખ્યું છે કે, 'હેપી બર્થડે પાપા. લવ યુ એન્ડ મિસ યુ સો મચ.'

બીજી તસવીર આલિયાના બાળપણની છે. જેમાં દીકરી અનુરાગના ખોળામાં બેઠી છે. સાથે તેણે લખ્યું છે કે, 'આશા છે તમને જલ્દી મળશે.'

તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં અનુરાગ કશ્યપને નેપોટિઝમ પર અને દીકરી આલિયાના ફીલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ વિશે પુછવામાં આવ્યું હતું. ત્યારે ફિલ્મમેકરે કહ્યું હતું કે, તે એડલ્ટ છે. તેને ઈન્ડસ્ટ્રીમાં આવવાનો હક છે. પરંતુ તેને પહેલા શીખવું પડશે. સવારે ઉઠીને અચાનક તે એમ નહીં કઈ શકે કે તેને એક્ટ્રેસ બનવું છે. જો તેને એક્ટ્રેસ બનવું હોય તો સંઘર્ષ કરવો પડશે અને ઓડિશન આપીને જ રોલ મેળવવા પડશે. મને નથી લાગતું કે જે પ્રકારની ફિલ્મો હું લખું છું તેમા તે ફીટ થશે. તે મારી જેમ સ્ટ્રીટ કીડ નથી.

વર્કફ્રન્ટની વાત કરીએ તો, અનુરાગ કશ્યપે તાજેતરમાં તેમના નવા પ્રોડક્શન હાઉસ 'ગુડ બૈડ ફિલ્મ્સ'ના બેનર હેઠળ ચોક્ડ રિલીઝ કરી છે. આ ફિલ્મનું દિગ્દર્શન અનુરાગ કશ્યપે કર્યું છે અને સંયમી ખેર તેમજ મૈથ્યૂ મુખ્ય ભૂમિકામાં છે.

entertainment news bollywood bollywood news bollywood gossips anurag kashyap happy birthday