13 September, 2026 02:28 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
લિટલ થૉમસ ફિલ્મ
ગુલશન દેવૈયા અને રસિકા દુગ્ગલને મહત્ત્વના રોલમાં ચમકાવતી બાળકો માટેની ફિલ્મ ‘લિટલ થૉમસ’ ૨૩ ઑક્ટોબરે થિયેટરમાં રિલીઝ માટે તૈયાર છે. બાળકલાકાર હૃદાંશ પારેખ ‘લિટલ થૉમસ’માં લીડ રોલ કરતો જોવા મળશે. અનુરાગ કશ્યપ ૨૦૦૭માં આવેલી ઍનિમેટેડ ફિલ્મ ‘રિટર્ન ઑફ હનુમાન’ બાદ બાળકો માટે પહેલી વખત ફિલ્મ બનાવી રહ્યો છે.
‘લિટલ થૉમસ’ની વાર્તા ૧૯૯૦ના દાયકામાં ગોવામાં રચાઈ છે. ફિલ્મ એક એવા નાનકડા છોકરા થૉમસની આસપાસ ફરે છે જે પોતાના માટે એક નાનો ભાઈ મેળવવાનું સપનું જુએ છે. એક દિવસ થૉમસને કોઈ કહે છે કે નાનો ભાઈ મેળવવા માટે તેનાં મમ્મી-પપ્પાએ એકબીજાને કિસ કરવી પડશે પણ સતત ઝઘડા કરતાં તેનાં મમ્મી-પપ્પા હવે એકબીજાને કિસ કરતાં નથી. આ સંજોગોમાં થૉમસ પોતે જ બન્નેને ફરી નજીક લાવવાનું મિશન શરૂ કરે છે અને ત્યાંથી શરૂ થાય છે તેની નિર્દોષ, રમૂજી અને ભાવુક સફર.