સ્કૂલના પ્લેમાં ઍક્ટિંગનો મારો પહેલો અનુભવ ભયાનક હતો : અનુપમ ખેર

14 July, 2019 11:34 AM IST  |  મુંબઈ

સ્કૂલના પ્લેમાં ઍક્ટિંગનો મારો પહેલો અનુભવ ભયાનક હતો : અનુપમ ખેર

સ્કૂલના પ્લેમાં ઍક્ટિંગનો મારો પહેલો અનુભવ ભયાનક હતો : અનુપમ ખેર

અનુપમ ખેરે જણાવ્યું હતું કે તેઓ જ્યારે સ્કૂલમાં હતાં ત્યારે પ્લેમાં તેમની ઍક્ટિંગનો અનુભવ ખૂબ જ ભયાનક હતો. અનુપમ ખેર જ્યારે પાંચમાં ધોરણમાં હતાં ત્યારે પેહલી વાર તેમણે નાટકમાં કામ કર્યું હતું. આ પ્લેમાં તેમણે પૃથ્વીરાજ ચૌહાણની ભૂમિકા ભજવી હતી. આ પ્લેમાં તેમનો મિત્ર નંદકિશોરે જયચંદનું પાત્ર ભજવ્યું હતું. સ્ટોરી મુજબ પૃથ્વીરાજને જયચંદની બહેન સંયુક્તા સાથે પ્રેમ થઈ જાય છે. અનુપમ ખેર તેને કહે છે કે ચલા જા, ચલા જા નંદુ, બકવાસ મત કર, ગિર જા. આ સાંભળીને ઑડિયન્સમાં બેઠેલાં નદુના પપ્પાએ તેને કહ્યું હતું કે જો તું પડી જઈશ તો ઘરે નહીં આવતો.

આ પણ જુઓઃ આનંદી ત્રિપાઠી: 'મૈયરમાં મનડું નથી લાગતું'ની અભિનેત્રી અત્યારે દેખાય છે આવી

બસ આ સાંભળતાં જ નંદુ એટલે કે જયચંદે, પૃથ્વીરાજને એટલે કે અનુપમ ખેરને ઊંચકીને ઑડિયન્સમાં ફેકી દે છે. આ આખી સ્ટોરીને જણાવતાં અનુપમ ખેરે એક વિડિયો બનાવ્યો છે. આ વિડિયોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અનુપમ ખેરે કૅપ્શન આપી હતી કે ‘સ્કૂલનાં પ્લેમાં મેં જ્યારે પહેલીવાર ઍક્ટિંગ કરી એ અનુભવ ખૂબ જ ભયાનક હતો. પાંચમાં ધોરણમાં પ્લે દરમ્યાન મારો કૉ-ઍક્ટર નંદુ જે મારા કરતાં પણ વધુ સ્ટ્રૉન્ગ હતો તેણે મને ઊંચકીને ઑડિયન્સમાં ફેકી દીધો હતો કારણ કે ઑડિયન્સમાં બેઠેલાં તેનાં પપ્પાએ તેને ચૅલેન્જને આપી હતી. શિમલામાં અમે આવી રીતે ઉત્સાહથી રહેતાં હતાં. આ સ્ટોરી તમને મારી ઑટોબાયોગ્રાફીમાં સાંભળવા મળશે.’

anupam kher bollywood news