રિશી કપૂરને ઇન્ડિયાની સેફ મુસાફરી માટે શુભેચ્છા પાઠવી અનુપમ ખેરે

10 September, 2019 12:29 PM IST  | 

રિશી કપૂરને ઇન્ડિયાની સેફ મુસાફરી માટે શુભેચ્છા પાઠવી અનુપમ ખેરે

રિશી કપૂર અને નીતૂ કપૂર

રિશી કપૂર અને નીતૂ કપૂરને ઇન્ડિયાની સેફ મુસાફરી માટે અનુપમે ખેરે તેમને શુભેચ્છા પાઠવી છે. રિશી કપૂર તેમના કૅન્સરની ટ્રીટમેન્ટ માટે ન્યુ યૉર્કમાં હતાં. તેઓ કૅન્સર ફ્રી થઈ ગયા હતા, પરંતુ તેમને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા. તેઓ આજે મુંબઈ આવશે એવી ચર્ચા ચાલી રહી છે. આ વિશે અનુપમ ખેરે ટ્વીટ કર્યું હતું કે ‘ડિયરેસ્ટ નીતૂ કપૂર અને રિશી કપૂર. એક વર્ષ ન્યુ યૉર્કમાં પસાર કર્યા બાદ તમે ફરી ઇન્ડિયા જઈ રહ્યાં છો એ તમારી આ ટ્રિપ સુરક્ષિત રહે એવી શુભેચ્છા. હું ખુશ પણ છું અને દુખી પણ છું. હું તમને ખૂબ જ મિસ કરીશ. આપણે ઘણો સારો સમય સાથે પસાર કર્યો છે. આભાર. પ્રેમ અને શુભેચ્છા.’

આ પણ વાંચો: 

rishi kapoor bollywood gossips gujarati mid-day