૧૯૮૧નો પોતાનો પોર્ટફોલિયો ફોટો મળી આવતાં ખુશ થઈ ઊઠ્યા અનુપમ ખેર

08 February, 2021 11:48 AM IST  |  Mumbai | Agencies

૧૯૮૧નો પોતાનો પોર્ટફોલિયો ફોટો મળી આવતાં ખુશ થઈ ઊઠ્યા અનુપમ ખેર

૧૯૮૧નો પોતાનો પોર્ટફોલિયો ફોટો મળી આવતાં ખુશ થઈ ઊઠ્યા અનુપમ ખેર

અનુપમ ખેરે પોતાનો આ ફોટો રાજશ્રી ફિલ્મ્સની ઑફિસમાં રાખ્યો હતો. આ ફોટો ૧૯૮૧નો છે જ્યારે તેઓ ફિલ્મોમાં કામ કરવા માટે મુંબઈ આવ્યા હતા. અનુપમ ખેરે ૧૯૮૪માં ‘સારાંશ’થી બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. અનુપમ ખેરે પોતાનો પોર્ટફોલિયો ફોટો શૅર કર્યો છે. આ બ્લૅક ઍન્ડ વાઇટ ફોટોમાં તેમની દાઢી વધેલી છે. તેઓ ખૂબ યુવાન દેખાઈ રહ્યા છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અનુપમ ખેરે કૅપ્શન આપી હતી કે ‘આ ફોટોની સ્ટોરી: હું ૧૯૮૧ની ૩ જૂને મુંબઈ ફિલ્મોમાં કરીઅર બનાવવા માટે આવ્યો હતો. ૧૯૮૧ની ૧૫ જૂને આ પોર્ટફોલિયો ફોટોને મેં રાજશ્રી ફિલ્મ્સની ઑફિસમાં રાખ્યો હતો જેથી મને તેમની ફિલ્મોમાં કોઈ પણ રોલ મળી શકે. મારી પાસે રહેવાની વ્યવસ્થા નહોતી એટલે મેં નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામાના મારા ફ્રેન્ડ કે. રાઝદાનનું ઍડ્રેસ આપ્યું હતું. છેલ્લાં ૪૦ વર્ષોમાં મેં તેમની સાથે ૪ બ્લૉક બસ્ટર ફિલ્મોમાં કામ કર્યું છે. મારી પહેલી ફિલ્મ ‘સારાંશ’ (૧૯૮૪), ‘હમ આપકે હૈં કૌન?’(૧૯૯૪), ‘વિવાહ’ (૨૦૦૬) અને ‘પ્રેમ રતન ધન પાયો’ (૨૦૧૫). રાજશ્રી ફિલ્મ્સના ગુપ્તાજીએ ગયા અઠવાડિયે મને એક યાદગીરી તરીકે અને પ્રેમના પ્રતીક રૂપે જ્યારે આ ફોટો મોકલ્યો તો હું ખૂબ ચોંકી ગયો અને ખુશ પણ થયો હતો. તેઓ અદ્ભુત છે. જય હો.’

bollywood bollywood news bollywood ssips anupam kher