લગ્ન સમયે આવા લાગતા હતા અનુપમ ખેર, પોતે જ શૅર કર્યો ફોટો

26 August, 2019 04:50 PM IST  |  મુંબઈ

લગ્ન સમયે આવા લાગતા હતા અનુપમ ખેર, પોતે જ શૅર કર્યો ફોટો

બોલીવુડ એક્ટર અનુપમ ખેર આજે પોતાના લગ્નની 34મી એનિવર્સિરી મનાવી રહ્યા છે. ત્યારે અનુપમ ખેરે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર કિરણ ખેર સાથે એક બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો શૅર કર્યો છે. આ ફોટો તેમના લગ્ન સમયનો છે. આ ફોટો પોસ્ટ કરવાની સાથે અનુપમ ખેરે કિરણ ખેરને લગ્નની શુભેચ્છા આપતા એક સુંદર કેપ્શન પણ લખ્યું છે.

અનુપમ ખેરે લખ્યું,'પ્યારી કિરણ. લગ્નની 34મી એનિવર્સિરી મુબારક. આપમએ જીવનનો લાંબો સમય સાથે વીતાવ્યો છે. 34 વર્ષ વીતી ગયા, પણ લાગે છે કે જેમ કે કાલની વાત છે. જે રીતે આપણે સાથે જિંદગી વીતાવી છે તે જોતા મને તે ખૂબ ગમે છે. એનિવર્સરી મુબારક.' આ ફોટોમાં અનુપમ ખેર કિરણ ખેરને ફૂલનો હાર પહેરાવતા દેખાઈ રહ્યા છે. તેમની સાતે ભાઈ રાજૂ ખેર અને મા દુલારી ખેર પણ દેખાઈ રહી છે.

આ પણ વાંચોઃ Misha Kapoor:શાહિદ કપૂરની દિકરીના ફોટોઝ જોઈને તમને આવશે વ્હાલ

અનુપમ ખેરના ફોટો પર અનિલ કપૂરની પત્ની સુનીતા કપૂર અને મહેશ ભટ્ટની પત્ની સોની રાઝદાને પણ કમેન્ટ કરીને શુભેચ્છા આપી છે. સુનીતા કપૂરે ફોટો પર કમેન્ટ કરતા લખ્યું,'એનિવર્સરી મુબારક. અનુપમ અને કિરણ.' આ કમેન્ટ સાતે તેમણે ઘણા હર્ટ પોસ્ટ કર્યા છે. તો સોની રાઝદાને લખ્યું,'બંનેને એનિવર્સરી મુબારક. એ પણ શું દિવસો હતા.'

anupam kher entertaintment bollywood