લોકો નાખુશ હોવાથી કંઈ પણ બોલે છે

08 May, 2024 05:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઍક્ટિંગની સ્કૂલો વિશે રત્ના પાઠક શાહે કરેલી કમેન્ટ વિશે અનુપમ ખેરે કહ્યું...

અનુપમ ખેર , રત્ના પાઠક શાહ

અનુપમ ખેરે હાલમાં રત્ના પાઠક શાહે કરેલી કમેન્ટનો વિરોધ કર્યો છે. રત્ના પાઠક શાહે ઘણા સમય પહેલાં એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ભારતમાં જે પણ ઍક્ટિંગ-સ્કૂલ છે એમાં હવે બિઝનેસ થાય છે, ઍક્ટિંગ શીખવવા કરતાં પૈસા પર વધુ ધ્યાન આપવામાં આવે છે. અનુપમ ખેર પણ પોતાની ઍક્ટિંગ-સ્કૂલ ચલાવે છે. રત્ના પાઠક શાહની આ કમેન્ટ વિશે હાલમાં એક ઇન્ટરવ્યુમાં પૂછતાં અનુપમ ખેરે કહ્યું હતું કે ‘આ રત્ના પાઠક શાહનો પૉઇન્ટ ઑફ વ્યુ છે. મેં નસીરુદ્દીન શાહનો પણ એક ઇન્ટરવ્યુ જોયો છે એમાં તેઓ પણ કંઈક કહી રહ્યા હતા. મને લાગે છે કે તેઓ બન્ને નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામામાથી આવી રહ્યાં છે. નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામાને પણ તેઓ દુકાન કહેશે? કોઈ-કોઈ વાર વ્યક્તિ નાખુશ હોવાથી કંઈ પણ બોલી દે છે. કોઈ-કોઈ વાર ફિલોસૉફીમાં બોલી દે છે. ઘણી વાર લોકો એટલા માટે પણ બોલી દે છે કે તેઓ સવાલ ઊભા કરી શકે. જોકે તેમણે શું કહ્યું એ મારા માટે મહત્ત્વનું નથી. જો તેઓ દુકાન માનતા હોય તો એમ રાખે.’

entertainment news bollywood buzz bollywood news social media anupam kher ratna pathak