અનુપમ ખેર ફિલ્મી કરિઅરના 35 વર્ષમાં પહેલીવાર બેરોજગાર,માગી રહ્યા છે કામ

07 June, 2019 06:47 PM IST  | 

અનુપમ ખેર ફિલ્મી કરિઅરના 35 વર્ષમાં પહેલીવાર બેરોજગાર,માગી રહ્યા છે કામ

બોલીવૂડ એક્ટર અનુપમ ખેરને તેમની એક્ટિંગ માટે ઓળખવામાં આવે છે. જ્યારે જ્યારે અનુપમ ખેર સિલ્વર સ્ક્રિન પર આવે છે ત્યારે દર્શકોને પોતાના દિવાના બનાવી દે છે. હાલમાં 25મેના અનુપમ ખેરે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 35 વર્ષ પૂરા કર્યા હતા અને જાણીને હેરાન થવાય પણ અનુપમ ખેર હમણા બેરોજગાર છે. તેમની પાસે કોઈ કામ નથી. આ અમે નહીં પણ તે પોતે જ કહી રહ્યા છે. અનુપમ ખેર કે જેમને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ મળવું કોઈ મોટી વાત નથી ત્યારે હાલ અનુપમ ખેર પાસે કોઈ ફિલ્મ નથી.

અનુપમ ખેરે પોતે આ વાતનો ખુલાસો કર્યો

અનુપમ ખેરે પોતે આ વાતનો ખુલાસો કર્યો હતો. હાલમાં અનુપમ ખેરે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, છેલ્લા 35 વર્ષમાં દરેક સમયે કોઈ પણ ફિલ્મ સાથે જોડાયેલો રહ્યો છું. પરંતુ આ પહેલી વાર છે જ્યારે ફિલ્મ ‘વન ડે’ પછી મારી પાસે કોઈ ફિલ્મ નથી. અત્યારે પણ હું પોતાની જાતને દુનિયાનો સૌથા ઈમ્પાઉઅર્ડ એક્ટર માનું છું અને મહેસુસ પણ કરુ છું. ઉલ્લેખનીય છે કે, અનુપમ ખેરે તેમના ફિલ્મ કારકિર્દીની શરૂઆત 28 વર્ષની ઉમરે કરી હતી અને પહેલી ફિલ્મમાં જ તેમણે 65 વર્ષના વૃદ્ધની એક્ટિંગ કરી હતી જેને અનુપમ ખેરની બેસ્ટ ફિલ્મોમાંથી એક માનવામાં આવે છે.

અનુપમ ખેરને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 35 વર્ષ પુરા થયા

ઈન્ટરવ્યૂમાં અનુપમે કહ્યું હતું કે, 'અત્યારે મારી પાસે કોઈ ફિલ્મ નથી. મને એક્ટિંગ કરતા 35 વર્ષ થઈ ચૂક્યા છે. 25મે 1984એ મારી પહેલી ફિલ્મ સારાંશ રિલીઝ થઈ હતી. 35 વર્ષના સફરમાં ઘણા ઉતાર ચઢાવ જોવા મળ્યા છે. જેટલા પણ ફિલ્મ મેકર્સ છે બધા મારી પાસે આવી જાય, હું બધાની ફિલ્મોમાં કામ કરીશ.'

સુપર સ્ટાર અનુપમ ખેરે હાલમાં જ તેમની આગામી ફિલ્મ વન ડેની શૂટિંગ પૂરી કરી હતી. ફિલ્મમાં અનુપમ ખેર સાથે ઝાકિર હુસૈન, ઝરીના વહાબ, મુરલી શર્મા, અનંત મહાદેવન અને રાજેશ શર્મા જેવા સ્ટાર્સ જોવા મળશે. અશોક નંદાા ડિરેક્શનમાં બનેલી ફિલ્મ 14 જૂનના રિલીઝ થવા જઈ રહી છે.

 

anupam kher bollywood gossips bollywood news gujarati mid-day