સપના પુરા કરવા મુંબઈ આવતા યુવાનોને અનુપમ ખેરે શું સલાહ આપી? જુઓ વીડિયો

17 June, 2020 04:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સપના પુરા કરવા મુંબઈ આવતા યુવાનોને અનુપમ ખેરે શું સલાહ આપી? જુઓ વીડિયો

તસવીર સૌજન્ય: સોશ્યલ મીડિયા

34 વર્ષીય અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાએ સહુ કોઈને હચમચાવી દીધા છે. સહુના મનમાં એક જ પ્રશ્ન છે કે, હંમેશા હસતા સુશાંતે શા માટે આવું પગલું ભર્યું? આ જ પ્રશ્ન 'એમ.એસ.ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી'માં સુશાંતના પિતાનો રોલ કરનાર અભિનેતા અનુપમ ખેરને પણ થાય છે. અભિનેતાને ખરા અર્થમાં શ્રદ્ધાંજલી આપવા અને સપના પુરા કરવા મુંબઈ આવતા યુવનોને સલાહ આપતો એક વીડિયો અનુપમ ખેરે સોશ્યલ મીડિયા પર મુખ્યો છે. જે બહુ જ વાયરલ થયો છે. સુશાંતની મોતના સમાચાર સાંભળીને અનુપમ ખેરના આંસુ બંધ થવાનું નામ જ નહોતા લેતા.

અનુપમ ખેરે વીડિયોમાં મુંબઈ પોતાના સપના પુરા કરવા આવતા યુવાનોને સલાહ આપી છે કે, મુંબઈ સપનાઓનું શહેર છે. અહીં આવો, મહેનત કરો અને ક્યારેય હાર ન માનો. સુશાંત સિંહ રાજપુતના મૃત્યુએ અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. હું આજે એ હજારો નવયુવાનોને કહેવા માંગુ છું કે, કદાચ તમારા સપનાઓ પુરા થવામાં સમય લાગે પરંતુ હાર નહીં માનતા. હું જ્યારે ઈન્ડસ્ટ્રીમાં આવ્યો ત્યારે મારી સાથે પણ આવું જ થયુ હતું. લોકો કહેતા કે, માથા પર વાળ નથી, કેકડા જેવો પતલો છે, હિન્દી માધ્યમમાં ભણેલો છે અને 1981માં આ વાતો સાચી પણ હતી. તમારો જુસ્સો ઓછો કરનારા, તમને નીચુ દેખાડનારા હંમેશા મળશે પરંતુ હાર નહીં માનતા. તમારા સપનાઓને છોડતા નહીં. ત્યારે મારા દાદાએ કહ્યું હતું કે, બેટા હાર નહીં માનતો કારણકે ભીંજાયેલો વ્યક્તિ વરસાદથી નથી ડરતો. અત્યારે તમે જે પણ પરિસ્થિતિમાં છો, ઉદાસ થજો પણ હારતા નહીં. ઉદાસ હોવ ત્યારે લોકો સાથે વાત કરો, પરંતુ તમારા સપનાઓ પર અડી રહો. માતા-પિતા, મિત્રો સાથે વાતો કરો, ભલે એકલા રહો પણ દ્રઢ રહો. જો સુશાંત સિંહ રાજપુતને ખરેખર શ્રદ્ધાંજલી આપવી હોય તો, આઉટસાઈડર્સ બનીને હારો નહીં કારણકે આપણી જીત એ જ સુશાંતને આપેલી સાચી શ્રદ્ધાંજલી છે. મુંબઈ દયાળુ શહેર છે અને એણે લાખો લોકોના સપના પુરા કર્યા છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રી બહુ સારા લોકોથી ભરેલી તમને આગળ વધવામાં મદદ કરશે.

અભિનેતા સુશાંત સિંહે 14 જૂને બાંદ્રા સ્થિત ઘરમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી.

entertainment news bollywood bollywood news bollywood gossips mumbai sushant singh rajput anupam kher