અયોધ્યાની રામભૂમિનો ઇતિહાસ દર્શાવશે અનુપમ ખેરની શ્રી રામભૂમિ

29 May, 2026 09:12 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અનુપમ ખેરે સોશ્યલ મીડિયા પર મુહૂર્ત અને શૂટિંગની ઝલક શૅર કરી છે

ગઈ કાલે ફિલ્મનું મુહૂર્ત હતું

અનુપમ ખેરની આગામી ફિલ્મ ‘શ્રી રામભૂમિ’ની અનાઉન્સમેન્ટ થઈ ગઈ છે. આ ફિલ્મ મોટા પડદા પર અયોધ્યાની રામભૂમિનો ઇતિહાસ દર્શાવશે. ગઈ કાલે ફિલ્મનું મુહૂર્ત હતું અને હવે ફિલ્મની સ્ટારકાસ્ટે શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. અનુપમ ખેરે સોશ્યલ મીડિયા પર મુહૂર્ત અને શૂટિંગની ઝલક શૅર કરી છે અને લખ્યું છે, ‘એક એવું ટાઇટલ જે ભાવનાઓને દર્શાવે છે. સાજિશમાં ડૂબેલી એક વાર્તા. શ્રી રામભૂમિની યાત્રા સત્તાવાર રીતે શરૂ થાય છે.’

એક અન્ય પોસ્ટમાં અનુપમ ખેરે લખ્યું છે, ‘મારી ૫૫૨મી ફિલ્મ ‘શ્રી રામભૂમિ’ની જાહેરાત કરતાં અત્યંત ખુશી અને ગર્વ અનુભવું છું. દરેક દાયકામાં, દરેક સદીમાં... એક એવી વાર્તા આવે છે જેને કહેવી જરૂરી હોય છે. એક વાર્તા સત્યની, એક વાર્તા આસ્થાની અને એક વાર્તા ઘરવાપસીની. આ યાત્રાનો ભાગ બનવું મારા માટે સન્માન અને ગર્વની વાત છે. તમારા પ્રેમ, આશીર્વાદ અને શુભકામનાઓની જરૂર રહેશે. જય શ્રી રામ.’

anupam kher upcoming movie ayodhya ramayan entertainment news bollywood bollywood news