ધ ઍક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર બાદ અનુપમ ખેરની મમ્મીએ મનમોહન સિંહનાં વખા

12 January, 2019 09:43 AM IST  | 

ધ ઍક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર બાદ અનુપમ ખેરની મમ્મીએ મનમોહન સિંહનાં વખા

ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટરનું એક દ્રશ્ય

અનુપમ ખેરની મમ્મીએ ‘ધ ઍક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ જોયા બાદ ડૉક્ટર મનમોહન સિંહનાં ખૂબ જ વખાણ કયાર઼્ છે. આ ફિલ્મમાં અનુપમ ખેરે ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહનું પાત્ર ભજવ્યું છે. આ ફિલ્મ અનુપમ ખેરની મમ્મી દુલારી ખેરે જોયા બાદ તેમને કેવી લાગી એ વિશે વાત કરી હતી. અનુપમ ખેરે ઘરમાં તેની મમ્મીનો વિડિયો રેકૉર્ડ કર્યો હતો. આ વિડિયોમાં તેમણે અનુપમ ખેરની ઍક્ટિંગ અને મનમોહન સિંહ વિશે વાતો કરી હતી. વિડિયોમાં દુલારી ખેરે કહ્યું હતું કે ‘મનમોહન સિંહ ખૂબ જ શરીફ હતા. દૂરથી તો તેઓ શરીફ દેખાતા જ હતા અને એટલે જ લોકો શરીફોને વધુ બેવકૂફ માને છે, પરંતુ તેઓ ખરેખર ખૂબ જ હોશિયાર હોય છે.’

આ પણ વાંચોઃ Movie Review: રાજકીય ફિલ્મોનો યુગ શરૂ, ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર

ઍક્ટિંગમાં સોમાંથી કેટલા માર્ક આપશે એમ પૂછતાં તેમણે અનુપમ ખેરને સો માર્ક આપ્યા હતા. આ વિડિયો શૅર કરતાં અનુપમ ખેરે ટ્વીટ કર્યું હતું કે ‘મધર ઑફ ઑïïલ રિવ્યુઝ : ‘ધ ઍક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’નો દુલારીનો રિવ્યુ. તેમણે પહેલા વાક્યમાં જ કહ્યું હતું કે ‘આવી રીતે કોણ ઍક્ટિંગ કરે છે?’ સાંભળીને હું ડરી ગયો હતો. તેમણે મારી ઍક્ટિંગ કરીને પણ દેખાડી. જોકે ત્યાર બાદ તેમણે ખૂબ જ વખાણ કયાર઼્ હતાં. આટલાં વર્ષ બાદ મારી મમ્મીને શાંતિ થઈ છે કે હું ઍક્ટિંગ કરી શકું છું.’

 

anupam kher manmohan singh