પ્યોર એન્ટરટેઇનિંગ ફિલ્મો લોકોને પસંદ નથી પડતીઃ અનુભવ સિંહા

01 July, 2019 09:42 AM IST  |  મુંબઈ

પ્યોર એન્ટરટેઇનિંગ ફિલ્મો લોકોને પસંદ નથી પડતીઃ અનુભવ સિંહા

અનુભવ સિંહા File Photo

અનુભવ સિંહા માને છે કે પ્યોર એન્ટરટેઇનિંગ ફિલ્મો લોકોને પસંદ નથી પડતી. તેમને તો એવી ફિલ્મો પસંદ છે જેને પોતાનો અવાજ હોય. તેમણે ‘દસ’, ‘તુમ બિન’, ‘કૅશ’ અને ‘Ra.One’ જેવી ફિલ્મો બનાવી હતી. તેમની હાલમાં રિલીઝ થયેલી ‘આર્ટિકલ 15’ લોકોને પસંદ પડી રહી છે. આ વિશે અનુભવ સિંહાએ કહ્યું હતું કે ‘લોકો કહે છે કે તેમને મારી પહેલાંની ફિલ્મો કરતાં ‘મુલ્ક’ અને ‘આર્ટિકલ 15’ જેવી ફિલ્મો જોવી પસંદ છે. જોકે મને લાગે છે કે લોકો પ્યોર એન્ટરટેઇનિંગ ફિલ્મોને ગંભીરતાથી નથી લેતા. આવી ફિલ્મોને તેઓ ઓછું માન આપે છે સાથે જ જે ફિલ્મો કોઈ ચોક્કસ વિષયને લઈને બનાવવામાં આવે તો એને લોકો સન્માન આપે છે. આ એક હકીકત છે. મેં મારી બધી ફિલ્મો પૂરા દિલથી અને અથાક મહેનતથી બનાવી છે. એમાંની અમુક સારી બની છે તો કેટલીક સારી નથી પણ બની. મારા મતે ‘મુલ્ક’ અને ‘આર્ટિકલ 15’માં એક મેસેજ હતો.

આ પણ વાંચોઃ મેહુલ સોલંકીઃ વાંચો 'પ્રેમજી' વિશેની અજાણી વાતો, જુઓ ફોટોઝ

એથી જ લોકો એનાથી કનેક્ટ થઈ શક્યા અને એને લોકોએ માન પણ આપ્યું છે. ભગવાનની કૃપાથી ‘મુલ્ક’એ બૉક્સ-ઑફિસ પર સારો બિઝનેસ કર્યો હતો. હું હાલમાં ‘આર્ટિકલ 15’ના બિઝનેસ પર નજર માંડી રહ્યો છું. હું ખુશ છું કે આ ફિલ્મ પણ સારો બિઝનેસ કરી રહી છે. લોકો તમારી ફિલ્મની પ્રશંસા કરે અને સાથે જ ફિલ્મ સારો બિઝનેસ પણ કરી રહી હોય તો ખુશી થાય છે.’

entertaintment anubhav sinha